મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી


SHARE











વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી

વાંકાનેરમાં આવેલ શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને ઘર પાસે પોતાની સ્કોર્પિયો ગાડી પાર્ક કરીને મૂકી હતી જે સ્કોર્પિયોના લોક તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગાડીની ચોરી કરવામાં આવેલ છે જેથી 16 લાખ રૂપિયાની કિંમતની ગાડીની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર શહેરમાં આવેલ શિવમ પાર્ક સોસાયટી શેરી નં. 1 માં રહેતા રાણાભાઇ મૈયાભાઇ ઘેલીયા (28)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓએ પોતાની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 25 બીએ 0234 પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂકી હતી જે ગાડીને ગત તા. 10/4 ના રાત્રિના 11:00 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ અજાણ્યા શખ્સ દ્વારા ગાડીનો લોક તોડીને ચોરી કરીને લઈ જવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર આરટીઓ બ્રિજ પાસે અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અમિતકુમારસિંહ (25) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News