મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ
મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
SHARE
મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે અને ચેકની ડબલ રકમ ચૂકવવા માટેનો આદેશ કર્યો છે અને જો આરોપી પૈસા ચુકવવામાં કસુર કરે તો વધુ 90 દિવસની સજા ફટકારવાનો કોર્ટે આદેશ કર્યો છે.
આ કેસની વિગત એવી હતી કે, ફરીયાદી નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ટુંડીયાએ પાડોસીના સંબંધ દાવે ભાવનાબેન ઘનશ્યામભાઈ કુરયાને અઢી લાખ રૂપિયા હાથ ઉછીનાં આપેલ હતા ત્યારબાદ આરોપી ફરીયાદીની લેણી રકમ ચુકવવામાં નિષ્ફળ જતા ફરીયાદીએ મોરબીની કોર્ટમાં ચેક રિટર્નની ફરીયાદ કરી હતી અને મોરબીના મહે. એડી. ચીફ જયુડી. મજી. ફર્સ્ટ કલાસ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને એક વર્ષની સજા તથા ડબલ રકમ ચુકવવા આદેશ કરેલ છે અને ફરીયાદની તારીખથી 9 % વ્યાજ વળતર સાથે ચૂકવવા માટે હુકમ કરેલ અને જો વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો 90 દિવસની વધારાની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરિયાદી પક્ષે "કોટક લો ચેમ્બર"ના સિનિયર વકીલ નિકુંજ પી. કોટક, હિરેન ડી. ગોસ્વામી, હાર્દિક ડી. ગોસ્વામી, વિશાલ પી.ચાવડા, અશોક એલ.દામાણી તથા જુનીયર વકીલ પુજા ડી.આચાર્ય રોકાયેલા હતા.