મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા


SHARE











મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રામેશ્વર પાર્ક પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે મોબાઈલ ફોનથી વરલી મટકાના જુગારના આંકડા લેતા હોવાનું સામે આવ્યું હતું જેથી રોકડા અને મોબાઈલ મળીને 10,100 ના મુદ્દામાલને કબજે કર્યો હતો અને હાલમાં એક શખ્સની ધરપકડ કરે છે અને બીજા શખ્સનું નામ સામે આવ્યું છે તે બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રામેશ્વર પાર્ક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સિરાજભાઈ ઈકબાલભાઈ અજમેરી (34) રહે. કબીર ટેકરી શેરી નં-2 મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતો હોવાનું સામે આવ્યું હતું અને મોબાઈલ ફોનથી વરલી મટકાના આંકડા અવેશભાઈ અયુબભાઈ કાસમાણી રહે. કબીર ટેકરી શેરી નં02 મોરબી વાળાને લખાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ તથા 5100 રૂપિયાની રોકડામાં કુલ મળીને 10,100 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી સિરાજભાઈ અજમેરીની ઝડપી લીધેલ છે અને આરોપી અવેસભાઈ કાસમાણીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ છે

ચલણી નોટ ના નંબર આધારે જુગાર

મોરબીમાં કુબેર ટોકીઝના ગ્રાઉન્ડમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી જયસુખભાઈ કરસનભાઈ ધોળકિયા (32) અને લાલજીભાઈ રાઘવજીભાઈ ત્રવાડીયા (29) રહે. કુબેર ટોકીઝ પાછળ મોરબી વાળાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 630 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News