ટંકારાના નાના રામપર ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: હળવદના જોગડ ગામ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી


SHARE







































મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

મોરબીમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી નથી જેથી તેઓએ આજે વોર્ડ નંબર 8 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયા દ્વારા ભાજપમાંથી ટિકિટની માંગણી કરવામાં આવી હતી જોકે, ભાજપ તરફથી ટિકિટ ન મળતા લલીતભાઈ કામરીયાએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેઓ વર્ષ 2013 થી 2015 દરમિયાન મોરબી નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. આજે તેઓએ અપક્ષમાં ઉમેદવારી કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને વોર્ડ નંબર 8 માં મજબૂત પકડ ધરાવતા લલિતભાઇ કામરીયાની અપક્ષ ઉમેદવારીને કારણે વોર્ડ નંબર 8માં ચૂંટણી રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની ઉમેદવારીથી ભાજપ અને અન્ય પક્ષોના સમીકરણો પર પણ અસર પડી શકે છે.
















Latest News