મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા


SHARE







મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર સરતનપર રોડના ખૂણા પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કાર ચાલકે ઓવરટેક કરવા જતાં સમયે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કારચાલક સ્થળ ઉપરથી નાસી છૂટેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ બોરીયા પાટી નિશાળ પાસે ઢેઢીની વાડીમાં રહેતા ધનજીભાઈ રણછોડભાઈ પરમાર (45)એ કાર નંબર જીજે 10 સીએમ 7694 સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરતાનપર રોડ ઉપર મોરબી વાંકાનેર હાઇવેના ખૂણા પાસેથી તેઓ તથા પ્રભુભાઈ બાઈક નંબર જીજે 36 એએન 0912 લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન પાછળથી ઓવરટેક કરતાં વખતે કાર ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીને જમણા પગે તથા ડાબા હાથમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ થયેલ છે જ્યારે પ્રભુભાઈને કમરના મણકામાં ઇજા થયેલ છે અને કાર ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભ ઇજા પામેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કાર ચાલકની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દુકાનના ગ્રાહક બાબતે મારામારી
મોરબીના રવાપર ગામે રવાપર રેસીડેન્સી ખાતે રહેતા કૃણાલ અનિલભાઈ પંડ્યા નામના ૨૦ વર્ષના યુવાનને માર મારવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેણે મકરાણીવાસ વિસ્તારના રહેવાસી હુસેન મકરાણી, જાકીર ફકીર અને ટોની નામના ત્રણ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, વીસી ફાટક નજીક તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. દુકાનના ગ્રાહક બાબતેની બોલાચાલીનો રોષ રાખીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેમ તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર.જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના રણછોડનગર વિસ્તારમાં ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં અલ્કાબેન કિશોરભાઈ પારેખ (૪૨) અને સુમિત કિશોરભાઈ (૨૨) નામના માતા-પુત્રને ઇજા થતા બંનેને અત્રે સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ ગળચર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News