મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત


SHARE







વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત

વાંકાનેરની જુની દાણાપીઠમાં દુકાન ધરાવતા કરિયાણાના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરીને વધુ નફો અપાવવાની રાજકોટના શખ્સે લાલચ આપી હતી જેથી યુવાને જૂન 2025 માં કુલ મળીને છ લાખ રૂપિયાનું કાજુના ધંધામાં રોકાણ કર્યું હતું જોકે તે રૂપિયા યુવાનને પાછા આપવામાં આવ્યા નથી અને યુવાનની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે જેથી ભોગ બનેલા યુવાને હાલમાં રાજકોટના શખ્સ સહિત તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના નવા કણકોટ ગામે રહેતા અયુબભાઈ ઇસ્માઈલભાઈ શેરસીયા (32)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સબીરહુશેન મહમદભાઈ કાસમાણી રહે. ન્યુ ઘાંચીવાડ શેરી નં. 8 રાજકોટ તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેની વાંકાનેરમાં આવેલ જૂની દાણા પીઠમાં સંજરી ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન આવેલ છે અને આરોપીએ ફરિયાદી સાથે પારિવારિક સંબંધ બનાવીને તેને વિશ્વાસમાં લઈને જૂન 2025 માં કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપી હતી જેથી ફરિયાદીએ સમયાંતરે કુલ મળીને 6 લાખ રૂપિયાનું રોકાણ પોતાની ફાઈવસ્ટાર ડ્રાયફ્રુટ પેઢીના એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના કરંટ એકાઉન્ટમાંથી રુપિયાનું રોકાણ કર્યું હતું અને રોકાણની સામે વધુ નફો આપવાની લાલચ આપી હતી જો કે આજ દિવસ સુધી ફરિયાદીને આરોપીએ તેને રૂપિયા પણ પાછા આપેલ નથી જેથી યુવાનની સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ હોય ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાળક સારવારમાં
મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશીપમાં ગોકુલધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા પરિવારનો આયુષ રાજેન્દ્રભાઈ પરિહાર નામનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા ફીનાઈલ પી ગયો હોય તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રવાપર રોડ કેનાલ ચોકડી નજીક સાયકલમાંથી પડી જતા ત્યાં રહેતા અનિલ સુનિલભાઈ પરિહાર (૨૨) ને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના શનાળા રોડ ચંદ્રેશનગર પાસે આવેલ વાડી વિસ્તારમાં રહેતા છગનભાઈ ગોવિંદભાઈ પરમાર નામના ૬૫ વર્ષના વૃદ્ધ  કેનાલ રોડ ખાતે બાઈકમાંથી પડી જતા ઇજા પામેલ હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ ટંકારા ખાતે આવેલ મલ્ટીપ્લેક્સ કારખાનામાં લેબર કોટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની મમતાબેન કુલદીપભાઈ પાલ નામની ૨૨ વર્ષીય મહીલા હેરડાઈ પી જતા તેણીને મોરબીની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી.પોલીસે બનાવોની નોંધ કરી રાબેતા મુજબ તપાસ કરી હતી.






Latest News