મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા


SHARE











હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા

હળવદના સુંદરગઢ ગામ પાસે નદી ઉપરના શિરોઇ તરફના પુલના છેડા પાસેથી યુવાન આઇસર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે રોંગ સાઈડમાં તેનું વાહન લઈ આવીને આઇસર સાથે અકસ્માત કર્યો હતો જે બનાવમાં આઇસરના ચાલક સહિત બે વ્યક્તિને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં આઇસરના ચાલકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

ધાંગધ્રામાં રહેતા પંકજગીરી ગુલાબગીરી ગોસ્વામી (42)એ ટ્રક નંબર જીજે 36 એક્સ 6038 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે હળવદના સુંદરગઢ ગામ પાસે નદી ઉપરના શિરોઇ તરફના પુલના છેડા પાસેથી તેઓ પોતાનું આઇસર નંબર જીજે 27 પીજી 7712 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાનો ટ્રક રોંગ સાઈડમાં ચલાવીને સામેથી આવીને ફરિયાદીના આઇસર સાથે વાહન અથડાવ્યું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને જમણા પગમાં ફ્રેક્ચર, જમણા હાથમાં અને માથામાં  ઇજાઓ કરી હતી તેમજ આઇસરમાં બેઠેલ સાહેદને શરીર નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી કરીને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઢીલાની વાડી વિસ્તારમાં રહેતા અશોકભાઈ બટુકભાઈ હડિયલ નામના ૨૯ વર્ષના યુવાને કોઈ કારણોસર ફાંસો ખાવાનો પ્રયાસ કરતા ઇજા પામતા અત્રે ક્રિષ્ના હોસેપીટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસ દ્વારા નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે વાંકાનેર ખાતે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં હર્ષદભાઈ બીપીનભાઈ ગોહિલ (રહે.વાંકાનેર) નામના ૩૩ વર્ષના યુવાનને વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો અને ટંકારા તાલુકાના ગજડી ગામે શૈલેષભાઈની વાડીએ થોડા દિવસો પહેલા તલમાં છાંટવાની દવા ભૂલથી પીવાય જતા કાજલબેન હિતેશભાઈ વસુનીયા નામની ૨૩ વર્ષીય યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.






Latest News