મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં 4 રેડમાં વિદેશી દારૂની 33 બોટલ ઝડપાઇ: વાંકાનેરમાં ત્રણ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







મોરબીમાં 4 રેડમાં વિદેશી દારૂની 33 બોટલ ઝડપાઇ: વાંકાનેરમાં ત્રણ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીમાં જુદીજુદી ચાર જગ્યાએ વિદેશી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે કુલ મળીને દારૂની 33 બોટલ કબ્જે કરેલ છે અને આરોપીઓને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના પંચાસર રોડ પર આવેલ ખ્વાજા પેલેસ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 18 બોટલો મળી આવી હતી જેથી 2,160 ની કિંમતનો દારૂનો જથ્થો તથા એક મોબાઈલ ફોન મળીને કુલ 12,160 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે આરોપી પિયુષભાઈ નવઘણભાઈ ખીટ (19) રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેણે અફઝલભાઇ અજીતભાઈ ચૌહાણ રહે. લાતી પ્લોટ શેરી નં 8 મોરબી અને જુબેરભાઈ ઉર્ફે બબુડો મહેબૂબભાઈ પાયરહે. પંચાસર મોરબી વાળા પાસેથી મેળવેલ હોવાનું સામે આવતા પોલીસે ત્રણેય શખ્સોની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બાકીના બે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીમાં લાતી પ્લોટ શેરી નં. 7 ના ખૂણા પાસેથી બાઈક નંબર જીજે 36 કે 2032 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની બે બોટલ મળી આવતા 240 રૂપિયાની કિંમતનો દારૂ તથા 25000 રૂપિયાની કિંમત 25,240 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી રજનીકાંતભાઈ પ્રવીણભાઈ સાણજા (40) રહે. આમ પાર્ક પંચાસર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂની બોટલો તેણે પિયુષભાઈ નવઘણભાઈ ખીટ રહે. મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ બિલવા કોમ્પ્લેક્સ પાસેથી જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસે રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની 1 બોટલ મળી આવતા પોલીસે 3090 ની કિંમતની દારૂ બોટલ સાથે આરોપી ધવલભાઈ બકુલભાઈ નિમાવત (30) રહે. શિવમ પાર્ક સોસાયટી ગોપાલ સોસાયટી સામે મોરબી વાળાની ધરપકડ કરે છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે મોરબીમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જીકે હોટલ પાછળ શિવ હાઈટ પાસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 12 બોટલ મળી આવતા પોલીસે 21600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જયપ્રકાશ કાંતિલાલ ભઠ્ઠર (33) રહે. રામકૃષ્ણ નગર સ્કૂલની બાજુમાં કુળદેવી પાન પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

ત્રણ બોટલ દારૂ સાથે આરોપી પકડાયો

વાંકાનેરના નવાપરાના નાકા પાસે નેશનલ હાઈવે રોડના સર્વિસ રોડ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3600 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે સબીરભાઈ હાસમભાઇ કટિયા (31) રહે. મિલ પ્લોટ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News