મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કુલ 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા: બે દિવસમાં બઘડાસટી


SHARE











મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કુલ 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા: બે દિવસમાં બઘડાસટી

મોરબી જીલ્લામાં એક જિલ્લા પંચાયત, એક મહાપાલિકા, ત્રણ પાલિકા અને પાંચ તાલુકા પંચાયત માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના ઉમેદવારી પત્ર ભરવા માટેના ચાર દિવસ ગુરુવારે પૂરા થઈ ગયા છે જો કે, ગુરુવારે સાંજ સુધીમાં ભાજપ દ્વારા તેમાં બેઠકો માટેના તેના સત્તાવાર ઉમેદવારો જાહેર કરાય નથી, તો કોંગ્રેસ અને આપ દ્વારા અમુક બેઠકો માટે જ ઉમેદવરોના નામ જાહેર કર્યા છે અને ઉમેવદારી પત્ર ભરવા માટે હવે માત્ર શુક્ર અને શનિ એમ બે જ દિવસ બાકી છે ત્યારે ચાર દિવસમાં કુલ મળીને 255 બેઠકો માટે માત્ર 65 ફોર્મ ભરવામાં આવેલ છે જેમાં જુદાજુદા પક્ષે જાહેર કરેલ ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તેને ઉમેદવારી પત્રો ભરવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે દરમિયાન જો મોરબી મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 52 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે અને ઉમેદવારી પત્ર ભરવાના ચાર દિવસ પૂરા થઈ ગયા છે અને હવે માત્ર બે દિવસ જ બાકી છે ત્યારે તા.9 ને ગુરુવારે 22 ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ છે અને એક દિવસ પહેલા 9 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા આમ ચાર દિવસમાં કુલ મળીને 31 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ભાજપ દ્વારા તેના સત્તાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી કોંગ્રેસ દ્વારા પણ માત્ર 23 બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે બાકીની બેઠકો ઉપર હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી અને આમ આદમી પાર્ટી દ્વારા પણ હજુ કેટલીક બેઠકો ઉપર તેના ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી જેથી છેલ્લા બે દિવસમાં મહાપાલિકાની બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવા ઉમેદવારોનો રાફડો ફાટશે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી

મોરબી જિલ્લામાં 3 નગરપાલિકાની કુલ મળીને 76 બેઠકોની ચૂંટણી યોજાશે તેના માટે ટંકારા પાલિકાની એક બેઠક માટે ઉમેદવારી પત્ર આવ્યું છે જો કે, બાકીની પાલિકા માટે કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી અથવા તો અપક્ષ ઉમેદવારોએ હજુ સુધી ફોર્મ ભર્યા નથી. જો પાંચ તાલુકા પંચાયતની વાત કરીએ તો પાંચેય તાલુકા પંચાયતની કુલ મળીને 98 બેઠક માટે ચૂંટણી યોજવાની છે અને તેના માટે આજના દિવસે મોરબીમાં 9, વાંકાનેરમાં 5, ટંકારામાં 5 અને હળવદમાં 3 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ મળીને 24 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીએ છે કે આ પાંચેય તાલુકા પંચાયત માટે પણ હજુ સુધી રાષ્ટ્રીય પક્ષો દ્વારા તેના સત્તાવાર તેમના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી જ્યારે મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકોની વાત કરીએ તો ગુરુવારના દિવસે 8 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે અને જિલ્લા પંચાયત માટે પણ હજુ સુધી રાષ્ટ્રીય પક્ષો દ્વારા તેના 24-24 સત્તાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી.






Latest News