મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ


SHARE











મોરબીમાં આવેલ ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે આજે સિરામિક એસો.ના પ્રમુખો સહિતના અગ્રણીઓ તથા ઉદ્યોગકારો પહોંચ્યા હતા અને રામધૂન બોલાવીને ગુજરાત ગેસ હાય હાય ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને આગામી મેં માસ માટે થઈને ગુજરાત ગેસ કંપની દ્વારા જે ભાવ આપવામાં આવ્યા છે તેમાં યુદ્ધ વિરામ પછી ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ છે જેથી ગેસના ભાવ ઘટાડી આપવામાં આવે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે નેચરલ ગેસ ઉપર વેટ લગાવવામાં આવે છે તે 6 ટકા વેટ પણ ટેમ્પરરી હટાવી આપીને સિરામિક ઉદ્યોગને ફરી જીવંત કરવામાં આવે તેવી લાગણીનl અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક કારખાનામાં પ્રોપેન ગેસ સદંતર મળતો નથી અને નેચરલ ગેસ માટે થઈને ગુજરાત ગેસ કંપની દ્વારા કાયમી ગ્રાહકોના ભાવ જુદા અને પ્રોપેન ગેસ મળતો ન હોવાના કારણે ગુજરાત ગેસ પાસે નેચરલ ગેસ લેવા આવેલા ગ્રાહકોના ભાવ જુદા આ પ્રકારે અલગ અલગ ભાવ આપવામાં આવ્યા છે આટલું નહીં પરંતુ બે દિવસ પહેલા ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે ગાંધીનગરથી અધિકારીઓ આવ્યા હતા ત્યારે મોરબી સિરામિક એસો.ના પ્રમુખો સહિતના આગેવાનો સહિતના ઉદ્યોગકારોની મીટીંગ યોજાઇ હતી જેમાં આગામી મે મહિનામાં મોરબીના સિરામિક ઉદ્યોગને કેટલો ગેસ જોઈએ છે તેની ડિમાન્ડ આપવામાં આવી હતી અને તેની સામે અંદાજે 90 રૂપિયા જેવો ભાવ નક્કી કરીને ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગકારોને આપવામાં આવ્યો છે

જોકે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ શરૂ થયું ત્યારે પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગને માત્ર 41 રૂપિયાના ભાવથી નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવતો હતો પરંતુ યુદ્ધ શરૂ થવાના કારણે ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે અને ઉદ્યોગકારોએ પોતાના કારખાના ગેસના અભાવના કારણે બંધ કરવા પડ્યા છે પરંતુ હવે જ્યારે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ થયો છે ત્યારે સ્વાભાવિક છે કે ક્રૂડ ઓઇલના ભાવ નીચા આવશે જેથી બે દિવસ પહેલા ગુજરાત ગેસ કંપની દ્વારા જે ભાવ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને આપવામાં આવ્યા છે તે ભાવને રિવાઇઝડ કરી આપવામાં આવે અને સ્પોર્ટ ઉપર હાલમાં જે ક્રૂડ ઓઇલના ભાવ હોય તે મુજબ નવો ભાવ નેચરલ ગેસ માટેનો મોરબીના સીરામીક ઉદ્યોગકારોને આપવામાં આવે તેવી માંગ કરી છે તેવી માહિતી મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ આપેલ છે.

વધુમાં મોરબી સિરામિક એસો ના માજી પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાe કહ્યું હતું કે, વર્ષે 60 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતો ઉદ્યોગ છેલ્લા એક મહિનાથી બંધ છે જેથી કરીને 5000 કરોડનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા નેચરલ ગેસ ઉપર 6 ટકા વેટ લાગે છે તેને પણ ટેમ્પરરી સમય માટે હટાવી દેવામાં આવે અને મોરબીના સીરામીક ઉદ્યોગને જીવંત કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે મોરબી સિરામિક એસો. દ્વારા આજે ગુજરાત ગેસ કંપનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે ઉદ્યોગકારો દ્વારા ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં રામધૂન બોલાવવામાં આવી હતી અને ગુજરાત ગેસ હાય હાય ના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.






Latest News