મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ પરથી બંધ બોડીના ટ્રકમાં દારૂની હેરાફેરી થવાની છે તેવી ચોક્કસ હક્કિત મળી હતી જેથી સ્થાનીજ પોલીસે વોચમાં હતી તેવામાં બંધ બોડીનો ટ્રક પંચર પડવાથી રોડ સાઈડમાં ઉભો હતો જેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા ટ્રકમાંથી દારૂની નાની અને મોટી કુલ મળીને 14,352 બોટલ મળી આવતા 56.94 લાખનો દારૂ અને વાહન સહિત કુલ 59.94 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને હાલમાં ટ્રકના ચાલક સહિત કુલ બે શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે દરમિયાન મોરબી જિલ્લાના એસપી મુકેશ પટેલ તથા વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાની સૂચના તથા ટંકારાના પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપરથી બંધ બોડીના ટ્રકમાં દારૂની હેરાફેરી થવાની છે તેવી હક્કિત મળી હતી જેથી કરીને ટ્રક નંબર જીજે 14 ઝેડ 6857 ની વોચ રાખવામા આવી હતી. તેવામાં આ ટ્રક પંચર પડેલ હાલતમાં રોડ સાઈડમાં ઉભેલો જોવા મળ્યો હતો જે પોલીસે ટ્રકને ચેક કરતાં તેમાંથી દારૂની નાની અને મોટી એમ કુલ મળીને 14,352 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 56.94 લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 3 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 59.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, પોલીસે દારૂ ભરેલ ટ્રકને પકડ્યો હતો ત્યારે તેનો ડ્રાઈવર ત્યાં હાજર ન હતો અને આ ટ્રકની કોઈ બીજા વાહન થી પાઇલોટિંગ પણ કરવામાં આવતું હોવાનું શક્યતા છે જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકના ચાલક તેમજ નવઘણભાઈ મોહનભાઈ બાંભવા રહે. સનાળા બાયપાસ તુલસી પાર્ક મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News