મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા


SHARE







મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા

મોરબી માળિયા હાઈવે પર ટીંબડી ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રિપલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક ઉપર જઇ રહેલા ત્રણ શખ્સો પૈકીનાં એક આધેડનું મોત નીપજયું હતું અને બે વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે લઈ ગયા હતા.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઈવે પર ટીંબડી ગામના પાટીયા ગઇકાલે અકસ્માત થયો હતો જેમાં ટ્રિપલ સવાર બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા ખોડાભાઈ કાનજીભાઇ ધનધણિયા (58) રહે. ત્રાજપર પાછળ નીલકંઠ સોસાયટી મોરબી વાળાને ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ જયારે બાઈક પર જઇ રહેલા બાકીના બે પૈકીનાં મનોજભાઇ વીરજીભાઇ રાંદલપરા (27) રહે, પીપળી અને અન્ય એક એમ કુલ બે વ્યક્તિઓને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.






Latest News