મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે ઘરેથી દુકાને વસ્તુ લેવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ


SHARE











મોરબીના ઘુંટુ ગામે ઘરેથી દુકાને વસ્તુ લેવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા પરિવારની યુવતી ઘરેથી 'વસ્તુ લેવા માટે દુકાને જાઉં છું.' તેમ કહીને નીકળી હતી અને બાદમાં ગુમ થઈ હોય પોલીસમાં જાણ કરવામાં આવી છે.જેથી પોલીસે ગુમશુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલી યુવતીની શોધખોળ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, હાલમાં ઘુંટુ ગામે રહેતા નથુભાઈ રતિભાઈ જાદવ નામના ૫૦ વર્ષીય આધેડે પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, તેમના દીકરી જયશ્રીબેન નથુભાઈ જાદવ (૨૦) ગત તા.૩-૪-૨૬ ના રોજ ઘરેથી વસ્તુ લેવા માટે દુકાને જાવ છું.તેમ કહીને નીકળી હતી અને બાદમાં ઘરે પરત ફરી ન હોવાથી ઘરમોળે શોધખોળ કરવામાં આવી હતી.છતાં તેણીનો પતો લાગ્યો ન હોય ગુમનોંધ દાખલ કરવામાં આવી હતી.જેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે

વાહન અકસ્માત

મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા પૂનમબેન વિનોદભાઈ પરમાર (૧૭) અને વિશાલ વિનોદભાઈ પરમાર (૧૪) નામના ભાઈ બહેનને અજાણ્યા રીક્ષા વાળાએ ગામ નજીક હડફેટ લીધા હતા જેથી બંનેને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના માળિયા હાઇવે નાગડાવાસ ગામ પાસેની ગોકુલ હોટલ ખાતે રહીને કામકાજ કરતા રાજુભાઈ શર્મા નામના ૪૦ વર્ષીય યુવાન ગાળા-નાગડાવાસ વચ્ચે પગપાળા જતા હતા ત્યારે ટ્રક ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી સારવાર માટે તેમને અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જોકે પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું અને તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણા આ બાબતે તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

રીક્ષા-બોલેરો અકસ્માત

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા મહેબૂબભાઈ જાનમહંમદભાઈ નામના ૫૦ વર્ષના આધેડ ગત તા.૨૫-૩ રોજ નવેક વાગ્યે રીક્ષા લઈને ટંકારા બાજુ જતા હતા.તે વખતે દાદાવાડી હોટલ નજીક બોલેરોના ચાલકે રીક્ષાને ટક્કર મારી હોય અકસ્માત થતાં મહેબુબભાઇને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ડિ.એ.જાડેજાએ નોંધ કરી તપાસ કરી હતી.






Latest News