મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી


SHARE











મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર રફાળેશ્વર ગામ નજીકથી પસાર થઈ રહેલ ટ્રકના ચાલકે પોતાના ટ્રકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો અને જે બનાવમાં ટ્રક ચાલકને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ટ્રકના ક્લીનરની ફરિયાદ લઈને પોલીસે મૃતક ટ્રક ચાલક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

મૂળ રાજસ્થાનના રહેવાસી જયપ્રકાશ ઉર્ફે વિકાસ લાલચંદ બીબાન (26)એ હાલમાં ટ્રક નંબર આરજે 49 જીએ 5476 માં ચાલક મૃતક પ્રદીપભાઈ મહાવીરપ્રસાદ બીબાન ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી મૃતક પ્રદીપભાઈ પોતાના હવાલા વાળો ટ્રક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર પોતે પોતાના ટ્રકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પ્રદીપભાઈને માથામાં તથા શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે પોલીસે હાલમાં ક્લીનરની ફરિયાદ લઈને મૃતક ડ્રાઇવર સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઘર પાસેથી બાઈકની ચોરી

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયા (38)અજાણ્યા શખ્સની સામે વાહન ચરીની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 36 સી 2693 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીઝ શરૂ કરેલ છે






Latest News