મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી


SHARE







મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી

મચ્છુકાંઠા રબારી સમાજના ઇતિહાસમાં ગૌરવનો એક સુવર્ણ પળ ઉમેરાયો છે. મોરબી જિલ્લાના ચાચાપર ગામના વતની અને પ્રતિભાશાળી યુવાન સુનિલભાઈ વજાભાઈ રાઠોડ કલાસ-1 અધિકારી તરીકે બઢતી મેળવી સમાજ કલ્યાણ વિભાગમાં નાયબ નિયામક (Deputy Director) તરીકે નિમણૂક પામ્યા છે. 

મચ્છુકાંઠા રબારી સમાજમાંથી સૌપ્રથમ વખત કોઈ યુવાને આટલું ઊંચું અને પ્રતિષ્ઠિત પદ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિની સફળતા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનું જીવંત પ્રતિક બની છે. આ સમાચાર પ્રસરી જતા જ મોરબી સહિત સમગ્ર પંથકમાં આનંદ અને ઉત્સાહની લહેર ફરી વળી હતી. મોરબી શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવતા સુનિલભાઈને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ મચ્છુકાંઠા રબારી સમાજ માટે ગૌરવનો દિવસ છે. સુનિલભાઈ રાઠોડે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સમાજના દરેક યુવાન માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર સમાજની પ્રગતિ અને નવી દિશાનું પ્રતિબિંબ છે. આ તકે શ્રી વડવાળા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ સોહનભાઈ રબારી તેમજ ઉપપ્રમુખ હીરાભાઈ ખાંભલા તેમજ જયમલભાઇ કરોતરા સહિતના આગેવાનો અને સમાજના પ્રતિષ્ઠિત લોકોએ પણ સુનિલભાઈને હાર્દિક અભિનંદન પાઠવી તેમની સિદ્ધિને બિરદાવી હતી.




Latest News