મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત


SHARE











અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત

હળવદમાં નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવતીનું મોત નીપજ્યું છે જ્યારે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે ભૂલથી ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને વાંકાનેરના વીસીપરામાં રહેતા વૃદ્ધને ઉલટી ઉબકા થયા બાદ તેમનું મોત નીપજયું હતું આ ચારેય અપમૃત્યુના બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ શહેરમાં આવેલ હરિ દર્શન સોસાયટીની પાછળના ભાગમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી દયારામ ઉર્ફે સોનું રન્તીરામ ગોટ (46) નામનો યુવાન પાણી ભરવા માટે થઈને ગયો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે કેનાલના પાણીમાં ડૂબી જતા તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના દીકરા અમિતકુમાર ગોટ (20) રહે. મૂળ મધ્યપ્રદેશ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

વાંકાનેરના અરણીટીંબા ગામની સીમમાં ઉસ્માનભાઈ સેરસીયાની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પરિવારના ગણેશ લાલસિંહ સરપોટા (14) નામનો બાળક કોઈ કારણોસર ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતી ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તે બાળકને તેના બનેવી રેવુંભાઈ મચાર અને વાડીના માલિક ઉસ્માનભાઈ વાંકાનેરની પીર મસાયક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને તે બાળકને તેના વતનમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજ્યું હતું જેથી ઈન્દોર પોલીસ દ્વારા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા મનુભાઈ દેવજીભાઈ કુંવરિયાની 18 વર્ષની દીકરી પૂજાબેન માળીયા (મી)ના મોટા દહીસરા ગામે આવેલ તળાવમાં ન્હાવા માટે પડી હતી અને ત્યારે અચાનક તે પાણીમાં ડૂબી જતા તેને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવતીને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવતીની માતાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના વીસીપરામાં રહેતા રામજીભાઈ જીવણભાઈ ધરજીયા (82) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને કોઈ કારણોસર ઉલટી ઉબકા થવા લાગ્યા હતા અને તેઓનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ એબીસી પાન સામેથી બાઈક નંબર જીજે 36 પી 7997 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 1107 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 20,000 ની કિંમતનું વાહન કબજે કર્યું હતું અને આરોપી કૈલાશભાઈ ભુરજીભાઈ પરમાર (30) રહે. ભેખડની વાડી રવાપર ગામ પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News