મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા


SHARE











મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણી માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થતા જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ અમલી બન્યો છે.

રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. ૧૧, ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૧૩, ઉમેદવારી પત્રો ખેંચવાની છેલ્લી તા. ૧૫, મતદાનની તા. ૨૬ અને  મતગણતરીની તા. ૨૮ જાહેર કરવામાં આવેલ છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા. ૩૦ નિર્ધારિત કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા કડક સૂચનાઓ બહાર આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોનું સુચારુ આયોજન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર જિલ્લામાં કુલ ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આંકડાકીય વિગતો મુજબ, મોરબી (ગ્રામ્ય/શહેર) તાલુકામાં સૌથી વધુ ૩૫૮ મતદાન મથકો (જેમાં ૧૫૩ પંચાયત અને ૨૦૫ મહાનગરપાલિકાના મથકોનો સમાવેશ થાય છે) છે. આ ઉપરાંત, વાંકાનેર તાલુકામાં ૧૯૭, હળવદમાં ૧૩૨, ટંકારામાં ૮૬ અને માળીયા (મીં) તાલુકામાં ૭૮ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર જિલ્લામાં પંચાયતો માટે ૬૦૫, નગરપાલિકાઓ માટે ૫૧ અને મહાનગરપાલિકા માટે ૨૦૫ મતદાન મથકો માટે ચૂંટણી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. કલેક્ટરએ મોરબીના તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા અને આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.






Latest News