મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE







મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબી જીલ્લાના માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાનને રાપર-મણાબા વચ્ચે વાહન અકસ્માત બનાવમાં ગંભીર ઈજાઓ થતા મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો. જયાં તેનું મોત નિપજેલ છે.

 સરવડ તા.માળીયા (મીં) જી. મોરબીના રહેવાસી સાજનભાઈ હરજીભાઈ દેલવાણીયા નામના 22 વર્ષના યુવાનને રાપર અને મણાબા ગામની વચ્ચે વાહન અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા રાજકોટ ખસેડાયો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું. રાજકોટથી જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના લાલભા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા
 સામાકાંઠે જીવરાજ પાર્કમાં રહેતા બળદેવ વશરામભાઈ પરમાર (34) અને ઘુંટુ પાસેની હરીઓમ સોસાયટીમાં રહેતા બળદેવ ભીમજીભાઈ ઓગનીયા કોળી (39) નામના બે યુવાનો કારમાં બેસીને ગોંડલ ખાતેથી જઈ રહ્યા હતા.

ત્યારે બાઈક સવારએ તેમને રોકીને માર માર્યો હતો. જેથી બંનેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે મોરબી-કંડલા બાયપાસ પચ્ચીસ વારીયા નજીક મારામારીમાં ઈજાઓ થતા સમીર ઈકબાલભાઈ કાબરા (16) રહે. વાંકાનેરને ઈજાઓ થતા સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો. જયરે સુરેન્દ્રનગર જીલ્લાના દુધરેજ ખાતે આશ્રમમાં રહેતા ભીખાભાઈ છાલાભાઈ (79)ને હળવદ સિવિલ બાદ 108 વડે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.

રાજકોટ ખસેડાયો
 વાંકાનેર હાઈવે ઢુવા નજીક સિરામીક યુનીટના લેબર કવાર્ટરમાં બીજા માળેથી નીચે પટકાતા સંજુદાસ ઉમાકાંતદાસ (25) નામના યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જયારે હળવદ ભવાનીનગરમાં રહેતા ગોપાલ લીલાભાઈ ગોહિલ (33)ને રાયસંગપર ખાતે મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

ટંકારાના હિરાપર ગામે આવેલ તથાસ્તુ પોલીપેક ખાતે રહી મજુરીકામ કરતા રોશન જયરામભાઈ પાસવાન (19) નામના યુવાનને ઈલે.શોર્ટ લાગતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

 જયારે હળવદના ભવાનીનગર ખાતે રહેતા સુનિલ દિનેશભાઈ ઝીંઝુવાડીયા (22)ને મારામારીમાં ઈજા થતા તેમજ વાવડી રોડ ખાતે રહેતા સોનલબેન છોટાલાલ ભરવાડને ઢુવા નજીક બ્રીજ પાસે મારામારીમાં ઈજા થતા સિવિલે સારવારમાં લવાયા હતા.






Latest News