મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ


SHARE







મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ

રાજ્ય સરકાર દ્વારા મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ, શહેરના આયોજનબદ્ધ વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં ધરખમ સુધારો કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા માધાપર ખાતે આધુનિક શાક માર્કેટના નિર્માણ અને ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શોપ્સના રી-ડેવલપમેન્ટ માટે મહત્વની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મોરબીના વધતા જતા વિસ્તાર અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી, માધાપર ખાતે એક સુવિધાયુક્ત નવું શાક માર્કેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને સંબંધિત એજન્સીને LOI (Letter of Intent) સુપરત કરી દેવામાં આવ્યો છે. આગામી ટૂંક સમયમાં જ આ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવશે. આ માર્કેટ બનવાથી છૂટક વિક્રેતાઓને વ્યવસ્થિત જગ્યા મળશે અને સ્થાનિક રહીશોને ટ્રાફિકની ગીચતા વગર ખરીદીની સુવિધા પ્રાપ્ત થશે.

શહેરના હાર્દ સમાન ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની માલિકીની જૂની દુકાનોના નવસર્જન (Re-development) માટે પાલિકાએ સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક દુકાનદારો સાથે રૂબરૂ બેઠક યોજવામાં આવી હતી. જેમાં રી-ડેવલપમેન્ટ પ્લાન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ દ્વારા વર્ષો જૂની જર્જરિત મિલકતોને સ્થાને અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન છે, જેનાથી શહેરની શોભામાં વધારો થશે અને વેપારીઓને વધુ સારી વ્યવસાયિક તકો મળશે.




Latest News