મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા મોરબીમાં કમલમ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો મોરબીમાં શિવ અંજની કોર્પોરેશન હાઉસના સફાઈ કામ કરતાં સમયે પાંચમા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત હળવદમાં ચરાડવા પાસે બાઈક સ્લીપ થતા માથા-શરીરે ઇજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઈ ગયેલ મહિલાનું સારવારમાં મોત વાંકાનેરમાં ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઈ ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE











મોરબીમાં ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઈ ગયેલ મહિલાનું સારવારમાં મોત

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતી મહિલા પોતાના ઘર પાસે બેઠી હતી દરમિયાન તે પડી ગઈ હતી અને ત્યાર બાદ તેને ઉલટી થઈ હતી અને મહિલા બેભાન થઈ ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી આ બનાવની મૃતક મહિલાના પરિવારજનો દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ એસ્સારના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં ભરવાડ સમાજની વાડી પાસે રહેતા ગોમતીબેન મેરૂભાઈ માંડવીયા (41) નામના મહિલા ગત તા. 15/3 ના રોજ સવારે 11 વાગ્યે પોતે પોતાના ઘર પાસે બેઠા હતા અને ત્યાં તેઓ અચાનક પડી ગયા હતા અને ત્યારબાદ તેને ઉલટી થઈ હતી અને તેઓ બેભાન ગયા હતા જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં તેઓની સારવાર ચાલુ હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મહેશભાઈ મેરૂભાઈ માંડવીયા (50) રહે. ત્રાજપર મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

હળવદમાં રહેતા બીપીનભાઈ મનોજભાઈ રાઠોડ (24) નામના યુવાનને કોઈએ માર માર્યો હતો જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

વીરપર ગામ પાસે બસ સ્ટેશન નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કિશનભાઇ મગનભાઈ (45) નામના યુવાનને ઈજા થઈ હતી જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

હળવદમાં રહેતા કરણસિંહ લખમણસિંહ રાવત (30) નામના યુવાનને હળવદમાં ફાટક નજીક હતો ત્યારે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News