મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના લીધે મોટાભાગના સિરામિક કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન


SHARE







મોરબીમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના લીધે મોટાભાગના સિરામિક કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન

મોરબીમાં ગુરુવારે ભારે પવનના કારણે સીરામીક કારખાનાના શેડના પતરા ઉડી ગયા હતા જેથી મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલ સીરામીક કારખાનાઓમાં મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે. અને મોટાભાગના કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન આ કમોસમી વરસાદ પહેલાના ભારે પવનના લીધે થયેલ છે તેવું જાણવા મળી રહ્યું છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં 650 જેટલા સિરામિકના કારખાના આવેલ છે અને આ કારખાનાઓમાં હાલમાં ગેસ મળતો ન હોવાથી 450 જેટલા સિરામિકના કારખાનાઓ બંધ થઈ ગયા છે જોકે ગઈકાલે કમોસમી વરસાદ પહેલા શરૂ થયેલ ભારે પવનના કારણે જુદી જુદી જગ્યા ઉપર આવેલા કારખાનામાં નુકસાની થઇ છે ત્યારે મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્યો નથી.

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ ધર્મેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, સીરામીકના લખધીરપુર રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, પીપળી રોડ, હળવદ રોડ સહિતના વિસ્તારમાં કારખાનાઓ આવેલા છે તેમાંથી મોટાભાગના સિરામિક કારખાનાઓમાં ગુરુવારે ભારે પવનના કારણે શેડના પતરા ઉડી ગયા છે જેથી કરીને કારખાનેદારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જોકે, સદનસીબે હાલમાં કારખાના બંધ હોવાના કારણે શ્રમિકો કારખાનામાં ન હતા જેથી કરીને કોઈ જગ્યાએ જાનહાની થયેલ નથી.

વધુમાં માહિતી આપતા સિરામિક ઉદ્યોગપતિ ધવલભાઈ રાંકજાએ જણાવ્યુ હતું કે, ખેતી અને ઉદ્યોગ બંનેમાં ભારે પવનના લીધે નુકશાન થયું છે અને મોરબીના સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો જુદાજુદા વિસ્તારમાં આવેલા સિરામિકના કારખાનામાંથી ઘણા કારખાનામાં શેડના પતરાં તૂટી કે પછી ઊડી ગયા છે જેથી કરીને પ્રત્યેક કારખાનેદારને હાલમાં 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન થયું છે.






Latest News