મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ભારે પવન-કમોસમી વરસાદે જીરું, ચણા, લસણ, ડુંગળી અને ઘઉં સહિતના પાકનો સોથ વાળી દીધો: ખેડૂતો પાયમાલ


SHARE







મોરબીમાં ભારે પવન-કમોસમી વરસાદે જીરું, ચણા, લસણ, ડુંગળી અને ઘઉં સહિતના પાકનો સોથ વાળી દીધો: ખેડૂતો પાયમાલ

મોરબી જિલ્લામાં ગુરુવારે બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ તથા ભારે પવનના લીધે ખેતીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને જીરું, ચણા, લસણ, ઘઉં સહિતના પાકો તૈયાર હતા તેના ઉપર કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે

રાજયના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી દરમિયાન ગુરુવારે બપોરના ચારેક વાગ્યાના અરસામાં મોરબીના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પાંચેય તાલુકામાં ભારે પવન ઉપાડ્યો હતો અને ત્યારબાદ કમોસમી વરસાદ પણ થયો હતો જેના લીધે કેટલીક જગ્યાએ હોર્ડિંગ બોર્ડ અને વૃક્ષો તૂટી પડ્યા હતા કારખાનાના પતરા ઉડી ગયા હતા અને ખેતીના પાકની વાત કરીએ તો ખેતીના પાકમાં પણ બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મોરબી તાલુકાના ઘુટુ ગામના માજી સરપંચ દેવજીભાઇ પરેચા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઘુટુ ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર ચણા, લસણ, જીરું, ઘઉં સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું અને મોટાભાગના પાક તૈયાર થઈ ગયા હતા જેને લણવા માટેની કામગીરી ચાલુ હતી અને ચણા, જીરું તથા લસણ ના પાથરા કરીને ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં રાખવામાં આવ્યા હતા જોકે તે પાથરા ઉપાડવામાં આવે ત્યારે પહેલા ગઈકાલે ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ ખેડૂતોને પાથરા ઉડી ગયા હતા અને કમોસમી વરસાદ થવાના કારણે તૈયાર પાકમાં નુકસાન થયું છે આમ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર તરફથી વળતર આપવામાં આવે તો ખેડૂતો આગામી સિઝનમાં બિયારણ લઈને પોતાના ખેતરની અંદર વાવેતર કરી શકશે નહીં તો ખેડૂતો પાયમાલ થઇ જશે તેવું હાલમાં જણાવી રહ્યા છે






Latest News