વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા માનવ મંદિરના દાતાઓના સન્માન માટે સતશ્રીની કથાનું આયોજન


SHARE







મોરબીમાં ઉમિયા માનવ મંદિરના દાતાઓના સન્માન માટે સતશ્રીની કથાનું આયોજન

નિરાધાર વડીલો માટે ટંકારા તાલુકાનાં લજાઈ ખાતે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં ફાઈવસ્ટાર સુવિધા ધરાવતું ૧૦૦ રૂમનું માનવ માનવ મંદિર આશરે ત્રીસ વિઘાના કેપમ્સમાં આશરે દશ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે

જેમાં આધુનિક સુવિધાઓથી સુસજ્જ સુંદર બગીચા સાથે, કેમ્પસમાં જ ઓર્ગેનિક શાકભાજી વડીલો માટે ઉગાડવામાં આવશેવડીલો માટે વાંચન સામગ્રી ધરાવતું પુસ્તકાલયબાજુમાં આવેલી ડેમમાં બોટિંગ સુવિધા,વગેરે અતિ આધુનિકતા સાથેનું માનવ મંદિર એકાવન હજારથી માંડી એક લાખ,પાંચ લાખ,સાત લાખ,અગિયાર લાખ,પંદર લાખ,પચ્ચીસ લાખ,પચાસ લાખ,એક કરોડ અને સાડા ત્રણ કરોડની ધનરાશીનું દાન આ સેવાયજ્ઞમાં અર્પણ કરેલ છે આ તમામ દાતાઓનું વિશિષ્ટ, અવિસ્મરણીયઅકલ્પનિયઅદ્દભુત રીતે સન્માન કરવા માટે પટેલ સમાજવાડી શનાળા ખાતે તા. ૩/૩/૨૨ થી ૧૧/૩/૨૨ સુધી રાત્રે ૮:૦૦ વાગ્યાથી સતશ્રી સ્વામીની રામકથાનું આયોજન કરેલ છે.

આ રામકથાને સફળ બનાવવા અને દરરોજ દાતાઓનું સતશ્રી, અન્ય મહાનુભાવો તેમજ ઉમિયાધામ ઊંઝાસિદસરધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દાતાઓ દ્વારા સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે રાજકીય, ધાર્મિક અને સામાજિક હસ્તીઓને કથામાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને હાલમાં જુદી જુદી કમિટીની રચના માટેની ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના તમામ કાર્યકર્તાઓની મિટીંગ રત્નકલા ખાતે બોલાવવામાં આવી હતી

જેમાં અનેક પાટીદાર ભામાશાઓ એકાવન હજારથી અગિયાર લાખના દાનની જાહેરાત કરી હતી આ કાર્યક્રમમાં પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, મંત્રી પી.એલ.ગોઠી, ઠાકરશીભાઈ ક્લોલા વગેરેએ હોદ્દેદારોએ પ્રેરક વક્તવ્યો રજૂ કરી ઉપસ્થિત સૌમાં જોમ અને જુસ્સો ભરી દીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા કેશુભાઈ સરડવાચંદુભાઈ કુંડારીયાએ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.




Latest News