મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE







મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

મોરબી શહેર નજીક કોમ્પ્લેક્સની છત ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે થોરાળા ગામ પાસે આવેલ કારખાનામાં પાણીના ટાંકા ઉપર સૂતેલો યુવાન નીચે પડતા તેનું મોતની પછી હતું અને વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક રોડ સાઈડમાં ભરલા પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ પરિશ્રમ કોમ્પ્લેક્સ ખાતે રહેતા રાજેશભાઈ મુન્નાલાલ સવિતા (42) નામનો યુવાન કોઈપણ કારણોસર પરિશ્રમ કોમ્પલેક્ષની અગાસી ઉપરથી નીચે પડી જતા તેને ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના થોરાળા ગામના પાટીયા પાસે આવેલ શ્યામ પોલીપેક નામના કારખાનામાં રહેતો કપિલ દાઇમા (38) નામનો યુવાન કારખાનામાં ત્રીજા માળે પાણીની ટાંકી ઉપર સૂતો હતો દરમિયાન ત્યાંથી કોઈ કારણોસર અકસ્માતે તે નીચે પટકાતા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ થી આગળના ભાગમાં ઓઇલ પાઇપલાઇન ઓફિસની બાજુમાં આવેલ કોઝવે તરફ જવાના રસ્તા ઉપર રોડ સાઈડમાં ભરેલા પાણીના વોંકળામાં કોઈ કારણોસર પડી જવાથી અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનું મોત નીપજ્યું હતું.જેથી તે યુવાનના મૃતદેહને બહાર કાઢીને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ અંગેની જયેશભાઈ પરસોતમભાઈ દંતેશરીયા (32) રહે.સિંધાવદરએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News