મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં રહેણાંક મકાનની અંદર જુગારનો અડ્ડો ચાલતું હોવાનું હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી સહિત કુલ મળીને 18 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 2,15,250 ની રોકડ અને 4 લાખના વાહનો મળીને કુલ 6,15,250 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કબીર ટેકરી શેરી નંબર 5 માં રહેતા કિશનભાઇ અગેચાણિયાના રહેણાંક મકાનની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કિશનભાઇ નરસીભાઈ અગેચાણીયા (34), મિલનભાઈ નરસીભાઈ અગેચાણીયા (27), સુનિલભાઈ જગદીશભાઈ સનારીયા (32), જીગરભાઈ વ્રજલાલભાઈ દસાડિયા (37), પરાગભાઈ ભાગવતભાઈ પંચાસરા (44), આકાશભાઈ સુરેશભાઈ માંડવીયા (33), દિલીપભાઈ રજનીકાંતભાઈ મહેતા (63), વિશાલભાઈ પ્રફુલભાઈ મહેતા (31), વિશાલભાઈ રાજેશભાઈ રાજદેવ (32), રવિરાજભાઈ દિનેશભાઈ પારેખ (33), જીતેન્દ્રભાઈ રમેશભાઈ વાળા (35), અજયભાઈ શામળદાસ કાગડા (45), કૌશલભાઈ પ્રફુલભાઈ ખીલોશીયા (29), કલ્પેશભાઈ જગદીશભાઈ સોલંકી (30), દેવાંગભાઈ મહેન્દ્રભાઈ મહેતા (50) મૌલિકભાઈ વિજયભાઈ રાણપરા (32) અને ધીમલભાઈ હર્ષદભાઈ ગોસાઈ (36) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 2,15,250 ની રોકડ તથા 4 લાખ રૂપિયાના વાહનો મળીને કુલ 6,15,250 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News