મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર ગામે કારખાનામાં કામ કરતા ભાઇને મળવા આવેલ બાળક બીજા માળેથી નીચે પટકાતાં મોત


SHARE







મોરબીના જીવાપર ગામે કારખાનામાં કામ કરતા ભાઇને મળવા આવેલ બાળક બીજા માળેથી નીચે પટકાતાં મોત

મોરબી તાલુકાના જીવાપર ગામ પાસે આવેલ સિરામિક યુનિટના લેબર કવાટરમાં બીજા માળેથી અકસ્માતે નીચે પડી જવાથી ગંભીર ઇજાઓ થતાં પરપ્રાંતીય મજૂર પરિવારના બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક પોતાના વતનમાંથી પોતાનો મોટો ભાઈ અહીં કામ કરતો હોય કારખાનામાં તેને મળવા અને અહીં મોરબી ફરવા માટે આવ્યો હતો તે દરમિયાનમાં આવો ગોઝારો બનાવ બનતાં તેને સારવાર માટે રાજકોટ લઇ જતા સમયે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જીવાપર ગામે આવેલા લુફટેન સિરામીક નામના કારખાનાના લેબર કવાટરમાં રહેતા અને મૂળ રહે.રકબાકુલમાપરી તા.તમકુરીરાજ પો.સ્ટે.સોયરહી જી.કુશીનગર ઉત્તરપ્રદેશના વતની પરપ્રાંતિય મજુર પરિવાર સાથે કવાટરમાં રહેતો સુજીત ગયાભાઇ કુશ્વાહા જાતે આદિવાસી (ઉ.વ.૧૩) જીવાપર ગામની સીમમાં આવેલ લુફટેન સિરામીકના લેબર કવાટરમાં તા.૨૪ ના બપોરે સાડા બોરેક વાગ્યે બીજા માળેથી અકસ્માતે નિચે પડી જતા શરીરે ગંભીર ઇજાઓ થતા સમર્પણ હોસ્પીટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રોજકોટ લઇ જતા રસ્તામાં જ સુજીતનું પ્રાણપંખેરૂ ઉડી જતા મૃતદેહને રાજકોટ સિવિલે ખસેડાયો હતો.ત્યાંથી કાગળો આવતા બનાવ બાબત નોંધ કરીને તાલુકા પોલીસ મથકના હેડકોન્સટેબલ એ.એમ.ઝાપડીયાએ તપાસ હાથ ધરેલ છે. જયારે હળવદ તાલુકાના રાયસંગપર ગામે ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં વિનોદ કાનજીભાઈ ચૌહાણ નામના ૪૪ વર્ષીય યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

પરપ્રાંતિય મહીલા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામની સીમમાં સ્વીટ સીરામીકના લેબર કવાટરમાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગળાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં સેડગાબાઇ રામલાલ પૂરતી નામની ૧૯ વર્ષીય પરપ્રાંતિય મહિલાને સારવાર માટે સામેકાંઠે સમર્પણ હોસ્પિટલે ખસેડાઇ હતી.બનાવની જાણ થતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સેડગાબાઇ નામની પરપ્રાંતીય મજૂર મહિલા બ્લેડ વડે પોતાના નખ કાપી રહી હતી અને તે નાખ કાપતા સમયે દિવાલ ઉપર બેઠી હતી તે દરમિયાનમાં તેણી દિવાલ ઉપરથી નીચે પડી જતા ગળાના ભાગે બ્લેડનો છરખો લાગી જતા તેણીને ઈજા થઈ હતી અને જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવી હતી..!






Latest News