મોરબીના જુદાજુદા ત્રણ ગામમાંથી ત્રણ યુવતી ગુમ: તપાસ શરૂ મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનો ૧૨ માર્ચ સુધી રદ મોરબી જિલ્લા ભાજપની ટિમ જાહેર થતાની સાથે જ ચુવાળીયા કોળી સમાજ નારાજ, આગેવાનોની બેઠક મળી: મહાસંમેલન યોજવાની તૈયારી વાંકાનેરમાં દારૂની 24 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ: 100 લિટર દેશી દારૂ સાથે એક પકડાયો, માલ મંગાવનારની શોધખોળ હળવદના રણમલપુર ગામે વીજપોલ ઊભો નહીં કરવા બાબતે ઝઘડો કરીને વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ કાર ઉપર ટ્રક પલ્ટી મારી જતાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં વાંકાનેરના હસનપર નજીક આવેલ કારખાનામાં ઈલેક્ટ્રીક શોટ લાગતાં બે વર્ષના બાળકનું મોત વાંકાનેરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો: વાંકાનેરના માટેલ રોડે દુકાન પાસેથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનના સોદા કરાવ્યા બાદ દરસ્તાવેજ ન કરાવનાર દલાલ પાસેથી રૂપિયા કઢાવવા માટે ફાર્મ હાઉસ ખાતે લઈને માર મારીને કરી હત્યા: 7 સામે ફરિયાદ


SHARE













મોરબીમાં જમીનના સોદા કરાવ્યા બાદ દરસ્તાવેજ ન કરાવનાર દલાલ પાસેથી રૂપિયા કઢાવવા માટે ફાર્મ હાઉસ ખાતે લઈને માર મારીને કરી હત્યા: 7 સામે ફરિયાદ

મોરબીમાં જમીન લે-વેચનું કામ કરતો યુવાન ગુમ થયો હતો જેથી પરિવાર અને પોલીસ તેને શોધી રહી હતી તેવામાં તે યુવાનની હત્યા કરીને લાશને મોરબીના પીપળી અને બેલા ગામની વચ્ચે આવેલ બંધ કારખાનામાં ખાડામાં સળગાવી દીધી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ત્યાં જઈને જેસીબીથી ખોદકામ કર્યું હતું ત્યારે સ્થળ ઉપરથી મૃતક યુવાનના બોડીના અવશેષો મળી આવ્યા હતા અને મૃતક યુવાને જમીનના સોદા કરાવ્યા હતા અને રૂપિયા લઈ લીધા હતા બાદમાં દસ્તાવેજ કરાવ્યા ન હતા જેથી કરીને રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 7 શખ્સોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

હાલમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટન મીલની બાજુમાં રહેતા રિયાઝભાઈ તાજમહંમદભાઈ ભટ્ટી (22) મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાલુભાઈ થોભણભાઇ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ ઝાલરીયા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલભાઈ રમેશભાઈ વાઘડીયા, ભાવેશભાઈ થોભણભાઈ અઘારા જયદીપભાઇ કાનાભાઈ શેરસિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અઘારા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીમાં આવેલ લાલબાગ સેવા સદન પાસેથી આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું કરીને ફરિયાદીના પિતા તાજમહંમદભાઈ ભટ્ટીને જમીનના સોદાના બહાને બોલાવ્યા હતા અને ત્યાર બાદ બાલુભાઈ અઘારાની કારમાં હિતેશભાઈ અને રમેશભાઈ પહેલાથી બેઠેલા હતા તે કારમાં તેઓને બેસાડીને ભડિયાદ ગામ પાસે આવેલ ફાર્મ હાઉસ ખાતે લઈ ગયા હતા અને ત્યાં વિશાલભાઈ અને ભાવેશભાઈ હાજર જ હતા અને જયદીપભાઇ તથા થોભણભાઈને ત્યાં પાછળથી બોલાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ ત્યાં ફાર્મ હાઉસ ખાતે સાતે આરોપીઓએ ભેગા મળીને થોભણભાઈ અઘારા સાથે ફરિયાદીના પિતાએ જમીનના સોદા કરાવેલ હતા અને રૂપિયા મેળવી લીધા હતા જો કે, દસ્તાવેજો કરાવેલ ન હતા જેથી તે બાબતે રૂપિયા કઢાવવા માટે થઈને બાલુભાઇ અઘારાએ તાજમહંમદભાઈને પ્લાસ્ટિકના પાઇપ વડે, જીતેશભાઈએ લાકડાના ધોકા વડે અને બાકીના આરોપીઓએ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી કરીને ફરિયાદીના પિતાનું મોત નીપજયું હતું ત્યારબાદ આરોપી બાલુભાઈ, વિશાલભાઈ અને જયદીપભાઇએ બાલુભાઈનું મોરબીના પીપળી બેલા વચ્ચે શિવાય કોલ નામનું કારખાનું આવેલ છે ત્યાં જમીનમાં ખાડો ખોદીને ત્યાં લાકડા મૂકવામાં આવ્યા હતા ત્યાર બાદ તેના ઉપર તાજમહમદભાઈ ભટ્ટીની બોડીને મૂકીને ડીઝલ જેવો જવલંતશીલ પદાર્થ તેના ઉપર છાંટીને બોડીને સળગાવી નાખવામાં આવી હતી આટલુ જ નહીં ખાડો બુરવા માટે ઉપર માટી નાખી હતી અને પછી સિમેન્ટથી ધાબુ કરીને પુરાવાનો નાશ કર્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાનોના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 7 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અત્રે ઉલેખનીય છેકે, જમીન લે-વેચનું કામ કરતો તાજમહમદભાઈ કરીમભાઈ ભટ્ટી (47) તા 19 થી ગુમ થયા હતા જેથી તેઓના પત્ની રજીયાબેન તાજમહમદભાઈ ભટ્ટીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવાની ગુમસુધા ફરિયાદ આપેલ હતી. અને શકદાર તરીકે ગુમ થયેલા યુવાનના પરિવારે બાલુભાઈ અઘારાનું નામ આપ્યું હતું અને તેની જ સઘન પૂછપરછ દરમ્યાન હત્યાનો આ બનાવ સામે આવેલ છે. અને ગઇકાલે પોલીસે શકદારને સાથે રાખીને શિવાય કોલ કોર્પોરેશન નામના કારખાનામાં ખોદકામ કર્યું હતું ત્યારે ત્યાંથી તાજમહમદભાઈ ભટ્ટીની ખાડામાંથી સળગાવી દીધેલ હાલતમાં બોડીના અવશેષ મળી આવ્યા હતા. જેથી પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યુ હતું અને હાલમાં હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આરોપીઓ પોલીસની હાથવેતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. 

મોરબીમાં આરોપીઓનું સરઘસ કાઢવાની પરિવાર-સમાજની માંગ

મોરબીમાં મુસ્લિમ યુવાનની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓ દ્વારા તેની લાશને સળગાવવામાં આવી હતી જેથી કરીને હાલમાં મોરબીમાં મિયાણા સમાજ તેમજ મૃતક યુવાનના પરિવારમાં ભારોભાર રોષની લાગણી છે અને તાજમહમદભાઈ કરીમભાઈ ભટ્ટીની હત્યાના ગુનામાં જે કોઈપણ આરોપી સંડોવાયેલ હોય તેના પગના તળિયા લાલ કરીને મોરબીમાં તે આરોપીઓનું  સરઘસ કાઢવામાં આવે તેવી પરિવારજનો અને સમાજની માંગ છે.






Latest News