મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના વીરપરનો બનાવ: રીક્ષા નીચે ગલૂડિયું આવી જવાની બાબતે થયેલ બોલાચાલી બાદ યુવાન અને તેની માતાને ચાર શખ્સોએ મારમાર્યો


SHARE







ટંકારાના વીરપરનો બનાવ: રીક્ષા નીચે ગલૂડિયું આવી જવાની બાબતે થયેલ બોલાચાલી બાદ યુવાન અને તેની માતાને ચાર શખ્સોએ મારમાર્યો

ટંકારાના વીરપર ગામે રીક્ષા ચાલક શેરીમાંથી રીક્ષા લઈને નીકળયો હતો ત્યારે રીક્ષા નીચે ગલુડિયું આવી ગયું હતું જે બાબતે શેરીમાં રહેતા લોકો દ્વારા તેને રીક્ષા ધ્યાનથી ચલાવવા માટે કહેવામા આવ્યું હતું જે તેને સારું નહીં લગતા લોકોની સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા અને શું ગલુડિયા બાબતે બોલાચાલી કરેલ હતી તેવું કહીને આજે તો ગલુડિયું હતું જો હવે પછી ક્યારેય કંઈ બોલ્યા છો તો ગલુડિયાની જગ્યાએ તમે હશો તેવું કહીને જાનથી ધમકી આપી હતી અને યુવાન તથા તેની માતાને ઢીકાપાટુનો અને ધોકા વડે માર મારતા ઈજા પામેલ વૃદ્ધાને મોઢાના ભાગે ચાર ટાંકા આવ્યા હતા જેથી સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ટંકારાના વીરપર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જેસીંગભાઇ વડેચા (45)એ હાલમાં સતીશ ચંદુભાઈ મેણીયા, માલો ચંદુભાઈ મેણીયા, ભીમાભાઇ રવજીભાઈ બાવરવા, ગંગાભાઈ જીવાભાઇ બાવરવા રહે. બધા પ્લોટ વિસ્તાર વીરપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી સતીશ તેઓની શેરીમાં રહે છે અને રીક્ષા લઈને નીકળ્યો હતો ત્યારે તેની રીક્ષા નીચે ગલુડિયું આવી જતા રીક્ષા ધ્યાનથી ચલાવવા માટે થઈને સાહેદોએ તેને કહ્યું હતું અને ત્યારે સતીશે સાહેદો સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ સવારે આઠેક વાગ્યાના અરસામાં ચારેય આરોપીઓ તેઓની શેરીમાં આવ્યા હતા અને ત્યાં ગાળો બોલવા લાગ્યા હતા અને ગઈકાલે સતિષ સાથે શું ગલુડિયા બાબતે બોલાચાલી કરી હતી તેમ કહીને આરોપીઓએ કહ્યું હતું કે આજે તો ગલુડિયું હતું જો હવે પછી ક્યારેય કંઈ બોલ્યા છો તો ગલુડિયાની જગ્યાએ તમે હશો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છૂટા હાથની મારામારી કરી ભીમાભાઇ બાવરવાએ તેના હાથમાં રહેલ ધોકા વાળે ફરિયાદીને ડાબા હાથમાં તથા શરીરે માર મારીને ઇજા કરી હતી તેમજ ઝપાઝપી કરી હતી અને ફરિયાદીના માતા દેવુંબેનને ધોકા લાગતા તેઓ નીચે પડી ગયા હતા જેથી તેને મોઢાના ભાગે ઇજા થતાં ચાર ટાંકા આવ્યા હતા અને ઇજાગ્રસ્તોએ સારવાર લીધા બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. # morbi #મોરબી




Latest News