મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર નજીક ડમ્પર ચાલકને રોડ સાઈડમાં વાહન ચલાવવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો


SHARE











વાંકાનેરના લુણસર નજીક ડમ્પર ચાલકને રોડ સાઈડમાં વાહન ચલાવવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો

વાંકાનેરના લુણસર ગામ પાસે આવેલ શ્રીહરી સિલિકા પ્લાન્ટ પાસેથી યુવાન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી ડમ્પર ચાલક રસ્તાની વચ્ચોવચ પોતાનું ડમ્પર લઈને આવી રહ્યો હતો અને સિંગલ પટ્ટી રસ્તો હોવાના કારણે ડમ્પર ચાલકને રોડ સાઈડમાં ઉતારીને તેનું વાહન ચલાવવા માટે કાર ચાલકે કહ્યું હતું જે તેને સારું ન લાગતા તેણે યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ અન્ય ત્રણ વ્યક્તિઓને ત્યાં બોલાવતા તેઓ ત્યાં સ્થળ ઉપર આવ્યા હતા અને યુવાનને ગાળો આપીને મારમાર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા વિકાસભાઈ નવઘણભાઈ વાઘેલા (23)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ અઘારા રહે. દેપરાગામ(વગળીયા) તાલુકો મુળી તથા ડમ્પર નંબર જીજે 13 એએક્સ 7491 નો ચાલક અને અજાણ્યા બે ઈસમો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેઓ પોતાની કાર નંબર જીજે 13 સીઇ 9554 લઈને થાન તાલુકાના સોનગઢ ગામથી સરધારકા ગામ તરફ જઈ રહ્યા હતા દરમિયાન લુણસર ગામ પાસે સિંગલ પટ્ટી રસ્તા ઉપર ડમ્પરનો ચાલક વચોવચ તેનું વાહન રસ્તામાં ચલાવતો હતો જેથી તેને સિંગલ પટ્ટી રસ્તા ઉપર વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે ડમ્પર થોડું રોડ સાઈડમાં ચલાવવા માટે થઈને ફરિયાદીએ સમજાવ્યું હતું જે તેને સારું નથી લાગતા ડમ્પરના ચાલકે ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ વિજયભાઈ અઘારા અને અન્ય બે શખ્સોને  બોલાવતા તેઓ ત્યાં સ્થળ ઉપર આવ્યા હતા અને તેને ફરિયાદી યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાન દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. # morbi #મોરબી 






Latest News