મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી


SHARE







મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી

મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ના 100 થી વધુ વિદ્યાર્થીઓએ તાજેતરમાં ગુજરાત વિધાનસભાના સત્રને પ્રત્યક્ષ રીતે નિહાળવા માટે ગાંધીનગરની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને વિધાનસભાની કાર્યવાહીની જીવંત પ્રક્રિયા જોવા મળી હતી જેમાં પ્રશ્નોત્તરી, ચર્ચાઓ તેમજ લોકશાહી વ્યવસ્થાની કાર્યશૈલીને નજીકથી સમજવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હતો. વિદ્યાર્થીઓએ ધારાસભ્યોની ભૂમિકા, નિયમો અને નિર્ણય પ્રક્રિયા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું, જેના પરિણામે નાગરિક ફરજો અને સંવિધાનિક મૂલ્યો પ્રત્યે તેમની સમજ વધુ મજબૂત બની હતી. સમગ્ર સત્ર દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા સ્પષ્ટ દેખાઈ, અને આ અનુભવ તેમના માટે યાદગાર તથા પ્રેરણાદાયી સાબિત થયો હતો આ પ્રકારની જીવંત શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં લોકશાહી અંગે જાગૃતિ વધે છે અને વાસ્તવિક અનુભવ દ્વારા શિક્ષણ વધુ અર્થસભર બને છે. # morbi #મોરબી




Latest News