મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે

૨૧ ફેબ્રુઆરી માતૃભાષા દિવસ ઉજવણીના ભાગરૂપે ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર દ્વારા આયોજીત મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે.

મોરબીમાં અભ્યાસની સાથે સહભ્યાસિક સંસ્કૃતિક મુલ્યલક્ષી પ્રવૃત્તિઓના આયોજન દ્વારા વિધાર્થી ઘડતરમાં હર હમેશ મોખરે રેહતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં જયારે પશ્ચિમી સંસ્કૃતિ નો વ્યાપ વધતો જતો હોય ત્યારે આપણી ગૌરવવંતી માતૃભાષા ગુજરાતી ભાષાનું મહત્વ અને ગરિમા જળવાય, વિશ્વ ફલક પર ચમકે અને વિધાર્થીઓમાં તે અંગે રસ રૂચી વધે તે માટે સતત પ્રયત્નશીલ ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર અને મોરબીની પી.જી.પટેલ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિવિધ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તારીખ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ શનિવારના રોજ કવિ સંમેલન યોજાશે.જેમાં અનેક પ્રખ્યાત કવિઓ અને સાહિત્યકારો પોતાની રજુઆતો કરશે. #morbi




Latest News