મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમ પાસે પાણીમાં ડૂબી ગયેલ સગીરનો 45 કલાકે મૃતદેહ મળ્યો


SHARE







મોરબીના મચ્છુ-2 ડેમ પાસે પાણીમાં ડૂબી ગયેલ સગીરનો 45 કલાકે મૃતદેહ મળ્યો

મોરબીના મચ્છુ-2 ડેમમાં આવતી નર્મદાની કેનાલના છેડા પાસે યુવાનો ન્હાવા માટે રવિવારે બપોરે ગયા હતા ત્યારે એક સગીર ત્યાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને પાણીમાં ડૂબેલા સગીરને શોધવા માટેની શોધખોળ કરી હતી જોકે, સગીરનો પાણીમાંથી કોઈ પત્તો લાગેલ ન હતો જેથી રાજકોટ અને જામનગરથી પણ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી ત્યાર બાદ 45 કલાકે પાણીમાં ડૂબી ગયેલા સગીરના મૃતદેહને બહાર કાઢીને પરિવારને સોંપવામાં આવ્યો હતો.

મોરબીના રફાળેશ્વર ગામે મોરબીનથી સગીર સહિત કુલ ત્રણ વ્યક્તિ ગયા હતા અને ત્યાંથી પાછા આવતા સમયે મોરબીની નીલકમલ સોસાયટી જેલ રોડ ઉપર રહેતા દીપકભાઈ સોલંકીનો 17 વર્ષનો દીકરો સાહિલ અને તેની સાથે અન્ય બે યુવાન મચ્છુ-2 ડેમ પાસે આવેલ નર્મદાની કેનાલના છેડા પાસે ન્હાવા માટે ગયા હતા ત્યારે સાહિલ ત્યાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ટીમ ત્યાં દોડી ગયેલ હતો અને રવિવારે મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં પાણીમાંથી સગીરનો પત્તો લાગ્યો ન હતો જેથી રાજકોટ અને જામનગરથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને ત્યાર બાદ મંગળવારે સવારે 11 વાગ્યાના આસરામાં તે સગીરનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આમ મચ્છુ-2 ડેમમાં ડૂબી ગયેલ સગીરનો 45 કલાકે મૃતદેહ પાણીમાંથી મળ્યો હતો.






Latest News