મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા


SHARE







ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા

ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે આર્ય સમાજ દ્વારા શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે અને આજથી બે દિવાસીય કાર્યક્રમ ખુલ્લો મુકાયો છે જેમાં આજે સવારે યજ્ઞ, ધ્વજવંદન અને ત્યાર બાદ ટંકારાના મુખ્ય માર્ગો ઉપરથી આર્ય સમાજની વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો જોડાયા હતા. 

ટાંકરામાં શતાબ્દી મહોત્સવ નિમિતે આજથી બે દિવાસીય કાર્યક્ર્મ શરૂ થયો છે અને આજે પહેલા દિવસે સવારે યજ્ઞ, ધ્વજવંદન અને ત્યાર બાદ શોભાયાત્રા યોજાઇ હતી જેમાં મહિલા, બાળકો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને ખાસ કરીને વિવિધ ટેબ્લોઅગ્નિહોત્ર રથ અને વીરંગના દળ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર હતા. આ મહોત્સવમાં સ્વામી શાંતાનંદજીમુનિ. સત્યજીતજી અને આચાર્ય આર્ય નરેશજી વિગેરે પ્રખર વિદ્વાનો અને સંતો હાજર રહ્યા હતા અને ખાસ કરીને સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મદિવસની ઉજવણીસત્યાર્થ પ્રકાશનું મહત્વ અને વર્તમાન રાષ્ટ્રીય સમસ્યાઓ પર વ્યાખ્યાન યોજાશે. ત્યાર બાદ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.  

 કાર્યક્રમમાં શ્રોતાઓ માટે આત્મનિરીક્ષણ કસોટી’ જેવી બૌદ્ધિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને કાલે છેલ્લા દિવસે આર્ય સમાજ સાથે જોડાયેલા પાયાના કાર્યકરો અને પૂર્વ સભ્યોનું સન્માન કરવામાં આવશે. ટંકારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ગુજરાત આર્ય પ્રતિનિધિ સભાના હોદ્દેદારોની નિશ્રામાં યોજાનારા આ કાર્યક્રમમાં મહિલા સંમેલન અને આર્ય યુવા શક્તિના ઉત્થાન અંગે વિશેષ ચર્ચાઓ થશે. અને શતાબ્દી મહોત્સવના સમાપન સત્રમાં મુનિ. સત્યજીતજીના આશીર્વાદ અને શાંતિપાઠ સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે.






Latest News