મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા


SHARE











મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા તા. ૦૯ ફેબ્રુઆરી થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર દેશમાં 'નાણાકીય સાક્ષરતા સપ્તાહ' (Financial Literacy Week) ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબીના નાગરિકોમાં નાણાકીય વ્યવહારો અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની રીજનલ ટીમ તથા મોરબી લીડ બેંકના સંયુક્ત સહયોગથી ગ્રીન ચોકથી પરા બજાર સુધી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીના આયોજન થકી વર્તમાન સમયમાં વધતા જતા ડિજિટલ વ્યવહારો વચ્ચે ગ્રાહકોને સુરક્ષિત બેંકિંગનો અનુભવ કરાવવાનો હતો. રેલી દરમિયાન બેંક અધિકારીઓએ નાગરિકોને KYC અને CKYC પ્રક્રિયાની અનિવાર્યતા, બેંક ખાતાની સુરક્ષાના વિવિધ પાસાઓ અને સાયબર ફ્રોડથી બચવાના અસરકારક ઉપાયો વિશે માહિતગાર કર્યા હતા. ખાસ કરીને 'મ્યુલ એકાઉન્ટ' (Mule Account) એટલે કે બીજાના નાણાકીય વ્યવહારો માટે પોતાના ખાતાનો ઉપયોગ કરવા દેવાની જોખમી પ્રવૃત્તિ અને તેની ગંભીર કાનૂની અસરો અંગે લોકોને વિશેષ રૂપે જાગૃત કરવામાં આવ્યા હતા.

આ રેલી દરમિયાન બેંકના સ્ટાફ દ્વારા સૂત્રોચ્ચાર અને પત્રિકાઓ દ્વારા નાગરિકોને કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે બેંકિંગ વિગતો શેર ન કરવી અને સાયબર ઠગાઈનો ભોગ બનતા તુરંત સત્તાવાર હેલ્પલાઈનનો સંપર્ક કરવા અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. મોરબીના જનતા તરફથી આ અભિયાનને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ રેલીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના રીજનલ હેડશ્રી મોહન કૃષ્ણ અને તેમની ટીમ તથા લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM-મોરબી) શ્રી સાકીર છીપા તથા મોરબીના નાગરિકો જોડાયા હતા






Latest News