મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી મહિલાને તેના પતિએ રસોઈ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તે મહિલાને લાગી આવ્યું હોય તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક મહિલાના પતિએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ મહીસાગર જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં મહમદહુસેન ખોરજીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાજેશભાઈ ઉર્ફે વિશાલભાઈ નાયકના પત્ની મંજુલાબેન (40)એ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના પતિ રાજેશભાઈ નાયક દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને રસોઈ બનાવવા બાબતે તેના પતિએ ઠપકો આપ્યો હતો જે બાબતે મહિલાને લાગી આવતા તેણે ઝેરી દવા આપઘાત કર્યો છે તેવી વિગત સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના ખારચિયા ગામના અરવિંદભાઈ પરસોતમભાઈ શેરસીયા નામના ૬૨ વર્ષના વૃદ્ધ તા.૩-૨ ના રાત્રિના નવેક વાગ્યે વાડી વિસ્તાર બાજુથી પરત નવા ખરચિયા ગામે ઘર તરફ જતા હતા ત્યારે જામનગર હાઇવે ઉપર હનુમાન મંદિર નજીક તેમના મોટરસાયકલને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી હડફેટ લેતા ઇજાગ્રસ્ત થયેલા અરવિંદભાઈને સારવાર માટે ખસેડાયા હતા બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના નવા અમરાપર ગણેશપુર વિસ્તારમાં રહેતા જયાબેન ચૌહાણ નામના ૫૪ વર્ષના મહિલા બાઇક પાછળ બેસીને વાડીએ જતા હતા ત્યારે અચાનક ખુંટીયો આડો ઉતરતા વાહન સ્લીપ થયેલ હોય જમણા હાથના ભાગે ઇજાઓ થવાથી જયાબેનને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News