મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા પરિવારની દીકરી તથા દીકરાની સગાઈ ચિત્રોડી ગામે રહેતા પરિવારના દીકરા અને દીકરી સાથે સામ સામી કરવામાં આવી હતી અને તે સગાઈ છૂટી કરવાની વાત આવી હતી જેથી મોરબી ખાતે રહેતા પરિવારની દીકરીને સગાઈ છૂટી કરવી ન હોય તેને મનોમન લાગી આવ્યું હતું જેથી તે દીકરીએ ચિત્રોડી ગામ પાસે આવેલ તેઓની વાડીની ઓરડીમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ હળવદ તાલુકાના ચિત્રોડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ હરિ ઓમ સોસાયટીમાં રહેતા ધીરુભાઈ રાઠોડ (52)ની દીકરી કિંજલબેન ધીરુભાઈ રાઠોડ (21)એ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવતીના પિતા ધીરુભાઈ રાઠોડ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક કિંજલબેન તથા તેના ભાઈ કરણની સગાઈ કોઈબા ગામે રહેતા દિલુભાઈ ચૌહાણના દિકરા અને દીકરી સાથે સામસામે કરવામાં આવી હતી અને સગાઈ છૂટી કરવાની વાત થતા કિંજલબેનને સગાઈ કરેલ દીકરો ગમતો હોવાથી તેને છૂટું કરવું ન હતું અને તે બાબતે તેને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જો કે, તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News