મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૬૭ દર્દીઓએ લાભ લીધો


SHARE







મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૬૭ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ ધામ ખાતે સ્વ. હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવારના સહયોગથી  વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૨૬૭ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૫૩ કેમ્પમાં કુલ ૧૫૦૩૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ આ કેમ્પનો ૨૬૭ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. જે પૈકીનાં ૧૩૧ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. આ કેમ્પ સ્વ.હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવારના સહયોગથી યોજાયો હતો. આ તકે અશ્વીનભાઈ કારીયા, રૂચિરભાઈ કારીયા, ગૌરવભાઈ કારીયા, હાર્દિકભાઈ કારીયા, ભરતભાઈ મીરાણી, નિલેશભાઈ ખખ્ખર, અજયભાઈ કોટક, હર્ષદભાઈ બુધ્ધદેવ, જ્યોતિબેન મીરાણી, બંસીબેન મીરાણી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. 






Latest News