મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ પ્રકરણમાં કારખાનેદાર યુવાનનું તેના જ કારખાનામાં મારમારીને અપહરણ, યુવતીના પિતા સહિત ત્રણ સામે ફરિયાદ: એકની ધરપકડ


SHARE







મોરબીમાં પ્રેમ પ્રકરણમાં કારખાનેદાર યુવાનનું તેના જ કારખાનામાં મારમારીને અપહરણ, યુવતીના પિતા સહિત ત્રણ સામે ફરિયાદ: એકની ધરપકડ

મોરબીના ઘુટુ ગામ પાસે ટાઈલ્સ કટીંગનું કારખાનું ધરાવતા યુવાનને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેના પિતા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ તેના કારખાને ક્રેટા ગાડી લઈને આવ્યા હતા અને લાકડાના ધોકા વડે યુવાનને મારમાર્યો હતો તેમજ ત્યાં હાજર રહેલા અન્ય એક વ્યક્તિને પણ લાફા માર્યા હતા ત્યારબાદ યુવાનનું ક્રેટા ગાડીમાં અપહરણ કરીને તેના ઘરે લઈ ગયા હતા અને ત્યાર યુવાનની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ યુવતીના પિતા સહિત કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરેલ છે.

મૂળ બીલીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા બિંટુભાઈ રજનીકાંતભાઈ ગામી (26એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શૈલેષભાઈ જસમતભાઈ, અજયભાઈ અને અનિલભાઈ નામના કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં નર્મદાની કેનાલ પાસે હેયાન માર્કેટિંગ નામનું તેનું ટાઇલ્સ કટીંગનું કારખાનું આવેલું છે અને તે પોતાના ટાઇલ્સ કટીંગના કારખાને હતો ત્યારે શૈલેષભાઈની ક્રેટા ગાડી નંબર જીજે 36 એસી 7822 માં ત્રણેય આરોપીઓ તેના કારખાને આવ્યા હતા અને ત્યાં લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને જમણા હાથના કાંડાના ભાગે માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તથા સાહેપિયુષભાઈ બરાસરાને શૈલેષભાઈએ લાફો માર્યો હતો અને ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપીને તેનું ક્રેટા ગાડીમાં અપહરણ કર્યું હતું અને ફરિયાદીને તેના ઘરે લઈ જઈને ત્યાં તેની માતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે શરૂ કરી હતી. બનાવની આગળની વધુ તપાસ તાલુકા પીએસઆઇ એસ.એચ.ભટ્ટ ચલાવી રહ્યા છે

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીને આરોપી શૈલેષભાઈની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય સોશિયલ મીડિયા મારફતે વાતચિત થતી હતી.તે બાબતનો ખાર રાખીને આરોપીઓ દ્વારા યુવાનને તેના કારખાને જઈને માર મારવામાં આવ્યો હતો અને કારમાં બેસાડીને યુવાનને તેના ઘરે લઈ જઈને ત્યાં પણ ધમકી આપવામાં આવી હતી.જેથી પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.આ ગુનામાં પોલીસે એક આરોપી અનિલભાઈ જયંતીભાઈ દેલવાડીયા પટેલ (35) રહે.રાધે હાઇટસ રવાપર મોરબીની ધરપકડ કરી છે અને બાકીનાને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. 






Latest News