મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો


SHARE











મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો

મોરબીમાં રહેતા 28 વર્ષીય મુમુક્ષુ વિધિબેન એ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી સંયમ જીવનનો માર્ગ અપનાવ્યો હતો. આ ભવ્ય દીક્ષા મહોત્સવ શેઠ નાનજી ડુંગરશી સ્થાનકવાસી મોટા ઉપાશ્રય જૈન સંઘના આયોજને આત્મયોગી ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામીની પાવન નિશ્રામાં યોજાયો હતો.

મોરબી નિવાસી અશ્વિનભાઈ મહેતા અને અનિલાબેન મહેતાની સુપુત્રી વિધિબેનએ આજના ભૌતિકવાદી યુગમાં ઉચ્ચ શિક્ષણ, વૈભવ અને સાંસારિક સુખોનો ત્યાગ કરી આત્મકલ્યાણનો માર્ગ પસંદ કર્યો છે. યુવાન વયે વિષય-વાસનાઓ અને મોહમાયાથી દૂર રહી સંયમનો માર્ગ સ્વીકારવાનો તેમનો નિર્ણય જૈન સમાજ માટે પ્રેરણાસ્રોત બન્યો છે. અને લીંબડી મોટા ઉપાશ્રય જૈન સંઘ માટે આ અવસર વિશેષ મહત્વનો હતો, કારણ કે ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ શહેરમાં દીક્ષા મહોત્સવ યોજાયો હતો. દીક્ષા પૂર્વે એક ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા અને સમગ્ર શહેરમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. દીક્ષા વિધિ દરમિયાન આચાર્ય ભગવંતના પાવન આશીર્વાદ સાથે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને કેશલોચન વિધિ બાદ વિધિ કુમારીએ શ્વેત વસ્ત્રો ધારણ કરી સંયમ જીવનમાં પ્રવેશ કર્યો હતો.

લીંબડી અજરામર સંપ્રદાયનાં પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં કુ. વિધિ અશ્વિનભાઈ મહેતા (મોરબી)ની દીક્ષાનો કાર્યક્ર્મ યોજાયો હતો. અને મુમુક્ષુ વિધીબહેને સંસારી અવસ્થાનુ અંતિમ વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે. વર્ષોની પ્રતિક્ષા આજ પૂરી થઈ છે. અંતરમાં આનંદ છે. આજે મને શૂરાતનનો અનુભવ થાય છે. ખુમારી સાથે કહ્યું હતું કે, હે પરિષહો. હે પ્રતિકૂળતાઓ. તમે તૈયાર રહેજો. હું આવી રહી છું. આજ સંસારી અવસ્થાનું કફન ઓઢીને સંયમમાં નવો જન્મ થશે. સંયમની શપથ વિધિનો આજનો દિવસ છે. એ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી પ્રભુ તું અને હું એક ન થઈ જઈએ. પરિવાર અને સંઘોનો ઋણ સ્વીકાર કરીને સર્વેને ખમાવીને પોતાની વીરતાભર્યી વાણીનું અમૃત પાન કરાવ્યું હતું.

તેમના મોટાભાઈ ઋષભભાઈએ વૈરાગી વિધિબેનને શૂરવીરતાથી આગળ વધવાનાં સંદેશ સાથે પરિવાર તરફથી અંતિમ ભેટ જિનશાસનનો અણમૂલ ખજાનો એવા 32 આગમ ભેટ કર્યા હતા. આ પ્રસંગે રાજકોટ, મોરબી, અમદાવાદ, થાન, ચોટીલા, વાંકાનેર, કચ્છ, ગોંડલ, મુંબઈ વગરે ક્ષેત્રનાં ભાવિકો આવ્યા હતા. અને પૂજ્ય આચાર્ય ગુરુદેવે રજોહરણ અર્પણ કરીને વિજય પ્રસ્થાન કરાવ્યું હતું અને નૂતનદિક્ષિતાને કરેમી ભંતે નો પાઠ ભણાવી દીક્ષા મંત્ર પ્રદાન કર્યો હતો. તેમજ નવદીક્ષિતનું નામ શ્રી વીરાંગિનીજી આર્યાજી જાહેર કરીને તેમને વર્તમાન વડેરાશ્રી પ્રભાવતીજી મ.સ. નાં આજ્ઞાનું વર્તી શ્રી અંજનાજી મ.સ. શ્રી ઉર્વિશાજી- પિયુષાજી મ.સ.ના ગ્રુપમાં શ્રી નંદિનીજીનાં શિષ્યા જાહેર કરાયા હતા.

આ કાર્યક્રમમાં સંપ્રદાયના યુવા પ્રમુખ પ્રતિકભાઈ શેઠ અને અનેક સંઘના અગ્રણીઓ હાજર હતા તો શેઠ નાનજી ડુંગરશી સ્થા. જૈન મોટા સંઘમાં 35 વરસથી સેવા આપતા અને સંપ્રદાયના પ્રવક્તા ભરતભાઈ ડેલીવાળા તેમજ કમલેશભાઈ વોરા, મહેશભાઈ શાહ અને કિરણભાઈના માર્ગદર્શન નીચે યુવા ટીમે શાસનસેવા કરી પ્રસંગને દીપાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન સ્વર સમ્રાટ સંજય શાહે કર્યું હતું. ઉલેખનીય છે કે, વડી દીક્ષા તા. ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ શનિવારના રોજ દાદા ગુરુ ઉપાશ્રય, લીંબડી ખાતે રાખવામાં આવેલ છે.

 






Latest News