મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરૂ પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબી : પાવડીયારી કેનાલમાંથી મળેલ મૃતદેહ કીડી ગામના યુવાનનો હોવાનું ખુલ્યું


SHARE











મોરબી : પાવડીયારી કેનાલમાંથી મળેલ મૃતદેહ કીડી ગામના યુવાનનો હોવાનું ખુલ્યું

મોરબીના નીચી માંડલથી પાવડયારી જતી કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો.જેમાં મૃતક યુવાન હળવદના કીડી ગામનો વતની હોવાનું સામે આવ્યું છે.બનાવ અંગે જાણ થતા મોરબી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી

વધુમાં મળતી માહિતી પ્રમાણે ત્રણેક દિવસ પહેલા મોરબીની પાવળીયારી કેનાલ નીચી માંડલ ગામ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ બનાવ અંગે નીચીમાંડલ ગામના જગદીશભાઈ સોરીયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, અમારા ગામના જમાઈ ગણેશભાઈ નાગરભાઈ સુડાણી કોળી (૪૦) તા.કીડી તા.હળવદનો મૃતદેહ કેનાલમાં પડ્યો છે.જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરીયા દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવી હતી અને મૃતક ગણેશભાઈ ઉર્ફે ગેલાભાઈ નાગરભાઈ સુડાણી કોળી (૪૦) રહે.કિડી તા.હળવદનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને આ બાબતે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.જોકે પરિવારજનોને ગણેશભાઇના મોત અંગે કોઈ શંકા-કુશંકા ન હોય પીએમ કરાવવામાં આવ્યું ન હતુ.પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માત

ટંકારાની ગેલેક્સી હોટલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં દિનેશભાઈ રામભાઈ ગઢવી (૪૮) રહે.ટંકારાને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના ટીકર ગામે તળાવ પાસેથી બાઈક લઈને જતા વખતે વાહન સ્લીપ થતા થાપાના ભાગનું હાડકુ ભાંગી જતા વાસુદેવભાઈ નારાયણભાઈ ચૌહાણ (૪૦) રહે.ટીકરને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના કંડલા બાયપાસ પરશુરામ બ્રિજ નજીક ઇકો પલ્ટી મારી જતા અલ્પેશભાઈ અમરશીભાઈ ગામી (૫૦) રહે.યદુન દંન સોસાયટી મોરબીને ૧૦૮ દ્રારા અહીં સિવિલે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબી-કંડલા બાયપાસ નેકસસ સિનેમા પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સુરેશભાઈ રામજીભાઈ દેવીપુજક (૨૮) રહે.રોહીદાસપરા વીસીપરાને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે રીતે જ મોરબીના સામાકાંઠે ત્રાજપર પાસે આવેલ મધુવન સોસાયટી ઓમ રેસીડેન્સીમાં રહેતા અજયકુમાર રામકરન મિણા નામના ૨૭ વર્ષના યુવાને કોઈ કારણસર વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ લેતા તેને અત્રે મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી નજીકના લાલપર ગામે સિરામિક સીટી ખાતે મારામારીમાં કાનના ભાગે છરી લાગતા મહમદઅનસ ફહીમભાઇ (૨૭) રહે.સીરામીક સીટીને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ કન્ટેનર યાર્ડ ખાતે કન્ટેનર ઉપરથી નીચે પડી જતા કમરના ભાગે ઇજા પામેલ નરોતમ ભાઈલાલભાઈ જારીયા (૩૦) રહે.જામનગરને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેર હાઇવે સરતાનપર રોડ રાતાવિરડા ગામ પાસે આવેલ કલેઆર્ટ ગ્રેનાઇટોના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની રશ્મિબેન શંકરસન સિંઘ નામની ૨૨ વર્ષની મહિલા કોઈ કારણોસર દવા પી ગઇ હોય તેને અત્રેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મકનસર ગામ પાસે બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં સંદીપ છગનભાઈ કપરા (૦૮) મૂળ રહે. રાજસ્થાન હાલ ઈમાનદાર ઇન્ડસ્ટ્રીઝ લેબર કવાટર મકનસરને ઇજા પહોંચી હોય સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News