મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા નજીક ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા દાઝી ગયેલી મહિલાનું મોત


SHARE







ટંકારા નજીક ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા દાઝી ગયેલી મહિલાનું મોત

ટંકારા નજીક નશીતપર ગામ પાસે કારખાનામાં બનેલી ઘટના : પાંચેક દિવસની સારવારમાં આરતીબેને રાજકોટ સિવિલમાં દમ તોડ્યો

 

ઠંડી વધી રહીં છે ત્યારે લોકો તાપણું કરતા હોય છે અથવા આગ જુવે ત્યાં શરીર શેકવા લાગતા હોય છે ત્યારે ટંકારા નજીક નશીબપર ગામ પાસે કારખાનામાં ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ હતી. જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અહીં પાંચેક દિવસ ચાલેલી સારવાર બાદ તેણીએ સારવારમાં દમ તોડી દીધો હતો.

મળતી વિગત અનુસાર, આરતીબેન દશરથભાઈ કદમ (55, રહે.લુંજન ફેક્ટરી, નસીબપર ગામ, ચાચાપર રોડ, તાલુકો ટંકારા, જીલ્લો મોરબી) ગઈકાલે બપોરે 12 વાગ્યા આસપાસ ઉપરોક્ત કંપનીના રૂમમાં જ્યાં તે પરિવાર સાથે રહેતી હતી ત્યાં ગેસના ચૂલાની આગમાં હાથ પગને શેકી તાપણુ કરતી હતી ત્યારે મોબાઈલમાં ફોન આવતા, ફોનમાં વાત કરતા કરતા ધ્યાન ન રહેતા આગની જાળ સાડીમાં લાગી જતા આખા શરીરે દાઝી ગઈ હતી.

જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અહીં સારવાર દરમ્યાન આજે વહેલી સવારે તેમનું મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે, આરતીબેનને સંતાન 3 દીકરા અને 1 દીકરી છે. પતિ કારખાનામાં મજૂરી કરે છે. તેઓ મૂળ મધ્યપ્રદેશ ગ્વાલિયરના વતની છે. આરતીબેનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો




Latest News