રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં ફ્લેટ વેચાણ માટેની જાહેરાત કરવામાં આવી હતી અને તે ફ્લેટ ઉપર મોટી લોન બેંકમાંથી લીધેલ હતી છતાં વૃદ્ધને તેની જાણ કરવામાં આવી ન હતી અને ખોટો સાટાખત કરી આપવામાં આવ્યો હતો અને તેની અવેજમાં મોટી રકમ વૃદ્ધ પાસેથી મેળવી લેવામાં આવી હતી આમ વૃદ્ધ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ હોય વૃદ્ધે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે એક આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લીધેલ હતો અને રિમાન્ડ પૂરા થતાં તે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

 

મોરબીમાં રહેતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશી (68)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા રહે. બધા આશુતોષ હાઈટસ બ્લોક નં. 101 કાયાજી પ્લોટ સનાળા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, પાર્થભાઈ મહેતાએ પોતાના મોબાઈલ ફોન ઉપરથી ઓએલએક્સમાં ફ્લેટ વેચવા માટેની જાહેરાત મૂકી હતી જેથી ફરિયાદી તથા સાહેદો ફ્લેટ જોવા અને લેવા માટે ગયા હતા ત્યારે તેઓને વિશ્વાસમાં લઈને હીનાબેન મહેતાના નામના ફલેટ ઉપર બેંકમાં મોટી લોન લીધેલી હતી જે રેકોર્ડ ઉપર હોવા છતાં તે છુપાવ્યું હતું અને ફરિયાદીને ફ્લેટ વેચાણનો ખોટો સાટાખત કરી આપ્યો હતો. જેના અવાજમાં મોટી રકમ મેળવી લેવામાં આવી હતી તેમજ સાહેદ સાથે અગાઉથી કાવતરું રચીને વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરવામાં આવેલ છે અને બનાવટી સાટાખત કરી આપતા હોવાનું પોતે જાણતા હોવા છતાં પણ ખરા સાટાખત તરીકે તેનો ઉપયોગ કર્યો હતો અને ફરિયાદી તથા સાહેદોની સાથે વિશ્વાસઘાત કર્યો હતો જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતી અને તેના દીકરાની સામે ગુનો નોંધ્યો હતો અને તે પૈકી આરોપી પાર્થભાઈ મુકેશભાઈ મહેતાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂને પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. જો કે, આરોપીએ વિશ્વાસઘાત કરીને ફરિયાદી પાસેથી જે રૂપિયા મેળવ્યા હતા તે હરવા ફરવામાં અને હપ્તા ભરવામાં વપરાઇ ગયા હોવાનું રટણ પકડાયેલ આરોપી દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવ્યા હતું. તેવી માહિતી તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળેલ છે.






Latest News