મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકા અને માળીયામાં વરલી જુગારની 4 રેડ


SHARE







મોરબી શહેર-તાલુકા અને માળીયામાં વરલી જુગારની 4 રેડ

મોરબી શહેર અને તાલુકા તેમજ માળીયામાં વરલી જુગારની કુલ મળીને 4 રેડ કરવામાં આવી હતી અને રોકડ રકમ સાથે આરોપીઓને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વરલીના આંકડા લેતા જુમાભાઇ સલેમાનભાઈ સુમરા (52) રહે. વનાળીયા મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 700 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ખારાપાટમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં વરલી જુગારના આંકડા લેતા સુનિલભાઈ રમેશભાઈ ઝંઝવાડીયા (26) રહે. ભડીયાદ કાંટે રામાપીરના ઢોળા પાસે મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 11,200 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા રાજુભાઈ અવચરભાઈ વાઘેલા (36) રહે. ત્રાજપર ખારી મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે 200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી તેની સામે તાલુકામાં ગુનો નોંધાયો છે. માળીયા મીયાણાની મેન બજારમાં પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અબ્દુલભાઈ હબીબભાઈ જેડા (35) રહે. માળીયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી અને માળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે






Latest News