મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ


SHARE







ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ નિમિત્તે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં  કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દેવજીભાઈ પડસુંબિયા ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ કર્મનો સિદ્ધાંત, રાષ્ટ્રપ્રેમ તથા બાળકોમાં સંસ્કારનું સિંચન જેવા વિષયો પર પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા કારોબારી બેઠક મળી હતી. જેમાં વિવિધ સંગઠનાત્મક વિષયો પર ચર્ચા કરી હતી, ત્યારબાદ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ સાંપ્રત સમયમાં સંગઠન જરૂરિયાત, કાર્યકર્તાઓની સંગઠન પ્રત્યે પ્રીતિબદ્ધતા અને કટિબદ્ધતા વિશે વાત કરવામાં આવી હતી. ત્યારબાદ તીર્થરૂપ શાળા જેની 17 રાજ્યોના પ્રતિનિધિઓ શાળાની મુલાકાત લઈ ગયા છે એ વાઘગઢના શાળાના કર્મનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ આચાર્ય રમણિકભાઈ વડાવીયાએ સમાજની શિક્ષકો પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા વિશે વાત કરી અને પોતાની શાળા અને ગામનો કેવો અતૂટ સેતુ છે? એ જણાવ્યું હતું, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News