મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ નજીક બાઈક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત


SHARE







હળવદના સુસવાવ નજીક બાઈક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત

હળવદના સુસવાવ ગામે રહેતા આધેડ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે ગામ પાસેથી કેદારનાથ મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા ઉપર અન્ય બાઇક ચાલકે તેઓના બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને માથા અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે,

હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ ચુનીલાલ બાપીયા (22એ બાઈક નંબર જીજે  36 એએમ 3955 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના પિતા ચુનીલાલ બાપીયા પોતાનું બાઈક નંબર જીજે 13 એન 8065 લઈને કેદારનાથ મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા ઉપર જઈ રહ્યા હતા દરમિયાન આરોપીએ ફરિયાદીના પિતાના બાઈક સાથે બાઇકને અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

અડધી બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડની દિવાલ પાસેથી વ્હીસ્કી દારૂ ભરેલ બોટલ સાથે મયુરભાઈ હરજીવનભાઈ પાંચોટિયા (30) રહે. ક્રિષ્ના સ્કૂલ પાસે બજરંગ પેલેસ બ્લોક નંબર 602 મોરબી વાળો મળી આવતા પોલીસે 200 ની કિંમતનો દારૂ કબ્જે કરીને તેની ધરપકડ કરી હતી અને આ દારૂનો જથ્થો તેને દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા રહે. સનાળા વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા બંને સામે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છ




Latest News