મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની આંગડિયા પેઢીના માલિક-સંચાલકે ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે કરી 46.90 લાખની ઠગાઈ


SHARE







મોરબીની આંગડિયા પેઢીના માલિક-સંચાલકે ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે કરી 46.90 લાખની ઠગાઈ

ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર્સ સાથે મોરબીમાં આંગડિયા પેઢીનો વહીવટ સંભાળતા શખ્સ અને આંગડિયા પેઢી વાળાએ કુલ મળીને 46.90 લાખ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કરેલ છે જેથી ભોગ બનેલ ટ્રાન્સપોર્ટ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આંગડિયા પેઢીના સંચાલક સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીપણે પકડવા માટે તજવી શરૂ કરે છે.

ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા અને માધવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટર કલ્પેશભાઈ રમેશભાઈ ઠક્કર (36)એ હાલમાં દિલીપસિંહ કનુભાઈ ગોહિલ રહે. મુળ પંચાસર તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ, જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ પટેલ (ડી બાબુલાલ આંગડિયા પેઢીના માલિક) રહે. મોરબી રોડ સેટેલાઈટ ચોક પુષ્કરધામ એવન્યુ ઉમિયા કૃપા રાજકોટ અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓને ટ્રાન્સપોર્ટના ભાડાના 24,96,850 રૂપિયા અલગ અલગ સમયે સાહે અમિતભાઈ મનસુખભાઈ ભટાસણા અને મહેશભાઈ ઘનશ્યામભાઈ હડિયલ રહે. મોરબી વાળા પાસેથી લેવાના હતા તે અને ફરિયાદીના કહેવાથી સાહે સુનિલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરના રૂપિયા 21,93,850 આમ કુલ મળીને 46,90,700 રૂપિયા મોરબીમાં આવેલ ધરતી ટાવરમાં ડી બાબુલાલ આંગડિયા પેઢીમાં છેલ્લા ઘણા સમયથી વહીવટ સંભાળતા દિલીપસિંહ ગોહિલને આપ્યા હતા અને આ આંગડિયા પેઢીનો વહીવટ તેઓને આરોપી જગદીશભાઈ પટેલે સંભાળવા માટે થઈને આપ્યો હતો જોકે, ફરીયાદી તથા સાહેના રૂપિયાની દિલીપસિંહ ગોહિલ પાસે અવારનવાર ઉઘરાણી કરવા છતાં તેઓને રૂપિયા આપવામાં આવ્યા ન હતા જેથી આ બાબતે જગદીશભાઈ પટેલને જાણ કરતા તેઓએ ફરિયાદી અને સાહેદોને વિશ્વાસ આપીને તમારા રૂપિયા ગમે તે રીતે હું આપી દઈશ મારા અને મારી પેઢી પર વિશ્વાસ રાખો તેવું કહ્યું હતું અને ત્યારબાદ હજુ સુધી ફરિયાદીને રૂપિયા આપવામાં આવેલ નથી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આંગડિયા પેઢીના સંચાલક અને તેના માલિક સહિતનાઓની સામે ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઈકની ચોરી

મોરબીમાં વોરા બાગ પાસે આવેલ ફ્લોરા હોમ્સ બ્લોક નંબર 55 માં રહેતા અશ્વિનભાઈ હરજીવનભાઈ સીતાપરા (44)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફ્લોરા હોમ્સ પાસે આવેલ ક્રિષ્ના ઓટો ગેરેજ પાસે બાઈક નંબર જીજે 2 સીડી 8923 પાર્ક કરીને મૂક્યું હતું જે 20,000 રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News