મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે આવેલ ચાર સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા માટે સ્થાનિક લોકોના કલેક્ટર કચેરીએ પ્રતિક ધરણા


SHARE







મોરબીના પીપળી પાસે આવેલ ચાર સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા માટે સ્થાનિક લોકોના કલેક્ટર કચેરીએ પ્રતિક ધરણા

મોરબીના પીપળી ગામ નજીક આવેલી ચાર સોસાયટીઓની અંદર રહેતા લોકોને બિલ્ડરો દ્વારા રોડ, ગટર, પાણી, લાઈટ વિગેરે પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી અને તેઓની સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવા આક્ષેપ સાથે મહિલા સહિતના સ્થાનિક લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓને તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ સાથે પ્રતિકરણ ધારણા કર્યા હતા

મોરબીના પીપળી ગામ નજીક આવેલ માનસધામ 1-2, ત્રિલોક ધામ અને ગોકુલધામ સોસાયટીમાં અંદાજે 300 જેટલા રહેણાંક મકાન આવેલા છે અને ત્યાં રહેતા લોકોને બિલ્ડરો દ્વારા રોડ, ગટર, લાઈટ, પાણી સહિત પ્રાથમિક સુવિધા આપવા માટેના વચન આપ્યા હતા પરંતુ તે પ્રકારની સુવિધાઓ તેમને આપવામાં આવી નથી જે બાબતે અગાઉ થોડા સમય પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બિલ્ડરો સામે ગુનો પણ નોંધાયેલ છે દરમિયાન શુક્રવારે આ ચારેય સોસાયટીમાં રહેતા મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ જણાવ્યું હતું કે બિલ્ડરો દ્વારા લાઈટ, પાણી, ગટર, રોડ વિગેરે જેવી સુવિધાઓ આપવામાં આવી નથી અને તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેઓને સુવિધાઓ આપવામાં આવતી નથી કારણ કે તેઓને મકાન લીધા હતા તો પણ પ્લોટના દસ્તાવેજ કરી આપવામાં આવ્યા છે જેથી કરીને ગ્રામ પંચાયત તેનો વેરો લેતી નથી અને સુવિધા આપવામાં આવતી નથી. વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી આ સોસાયટીઓ બનાવમાં આવેલ છે તેમ છતાં પણ કોઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી અને બિલ્ડરો તરફથી સંતોષકારક જવાબ આપવાના બદલે દાદાગીરી કરવામાં આવે છે અને મકાન લેનારા વ્યક્તિઓને બિલ્ડરો તરફથી પૂરતા ડોક્યુમેન્ટ પણ આપવામાં આવ્યા નથી જેથી સ્થાનિક લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તેઓને ન્યાય અને પ્રાથમિક સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.






Latest News