મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સાપર ગામ પાસે માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ઘૂસી ગયા


SHARE







મોરબીના સાપર ગામ પાસે માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ઘૂસી ગયા

મોરબી તાલુકાના સાપર ગામ પાસે માઈનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોના ખેતરની અંદર કેનાલનું પાણી ઘૂસી ગયું હતું જેથી કરીને ખેડૂતોએ પોતાના ખેતરની અંદર વાવણી કરેલા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને આ અંગેની અધિકારીઓને જાણ કરવા માટે ફોન કરવા છતાં અધિકારીઓ ફોન ઉપર તસ્દી લેતા નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

મોરબી જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાંથી અવારનવાર પાણી ઓવરફ્લો થાય અને ખેડૂતોના ખેતરમાં જાય આવી ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં મોરબી તાલુકાના શાપર ગામ પાસે પ્રસાદ મિનરલ્સની પાછળના ભાગમાંથી માઈનોર કેનાલ પસાર થાય છે અને તે માઈનોર કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી અને કેનાલમાં પાણી છોડતા પહેલા કેનાલને સાફ કરી ન હોવાથી પાણી કેનાલમાંથી ઓવરફલો થઈને આસપાસના વિસ્તારમાં આવેલ ખેડૂતોના ખેતરો જાય છે જેથી ખેતીના ખેતરોમાં જે જુદાજુદા પાકનું વાવેતર કર્યું છે તે વાવેતરમાં આ કેનાલનું પાણી ઘૂસી ગયું છે જેથી ખેડૂતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેવી માહિતી હાલમાં સાપર ગામના અજયસિંહ જાડેજા પાસેથી જાણવા મળેલ છે વધુમાં તેમને જણાવ્યું હતું કે આ અંગેની જાણ કરવા માટે થઈને તેઓએ અધિકારીનો ફોન ઉપર સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ અધિકારીઓએ તેમના ફોન ઉપાડ્યો ન હતો. ત્યારે આ કાયમીની પીડામાંથી ખેડૂતોને ક્યારે મુક્તિ મળશે તે તો આગામી સમય બતાવશે. અત્રે ઉલ્લેખની છે કે ગત વર્ષે ચોમાસામાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું તેવામાં આવી રીતે કેનાલો ઓવરફલો થવાના કારણે ખેડૂતોના ખેતરમાં કરેલ વાવેતરને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે જેથી ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાઇ રહ્યો છે.




Latest News