મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહીશાળા ગામે ખેતરે યુવાનની છરીના ઘા ઝીકિને કરવામાં આવેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવનકેદની સજા


SHARE







માળીયા (મી)ના રોહીશાળા ગામે ખેતરે યુવાનની છરીના ઘા ઝીકિને કરવામાં આવેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવનકેદની સજા

માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં વર્ષ 2023ના 11 માં મહિનામાં યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના ખેતરે કામ કરતો મજૂર અને તેની સાથે રહેતી મહિલા ગુમ થઈ ગયા હતા જેથી મૃતક યુવાનના ભાઈએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા આધાર પુરાવાઓ તથા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે એક આરોપીને આજીવન કેદની સજા અને ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે મહિલા આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ છે.

માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (37) નામના યુવાનની તા. 30/11/2023 ના રોજ તેના ખેતર પાસે હત્યા કરવામાં આવી હતી અને હત્યાના બનાવ બાદ ખેતરે કામ કરતો શ્રમિક અને તેની સાથે રહેતી મહિલા ત્યાંથી ગુમ થઈ ગયા હતા જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં જે તે સમયે પોલીસે આરોપી રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસિંહ બધેલ (40) અને રાજબાઈ નરસીગભાઈ વાસ્કલ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી.

વધુમાં આ બનાવ અંગે મળતી વિગત પ્રમાણે મૃતક પરેશભાઈ કાલરીયાની ખેતીની જમીન આરોપી રાકેશભાઈ બધેલે ભાગમાં વાવવા માટે રાખી હતી અને તેની સાથે રહેતી રાજબાઈના મૃતક ચેનચાળા કરતા હતા અને તેની પાસે બીભત્સ માગણી કરતા હતા જે બાબતની રાજબાઈએ રાકેશભાઈને વાત કરી હતી જેથી બનાવના દિવસે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં મૃતક પરેશભાઈને ફોન કરીને ખેતરે ડીઝલ પૂરું થઈ ગયું છે જે આપવા માટે કહ્યું હતું જેથી પરેશભાઈ ત્યાં ડીઝલ આપવા માટે ગયા હતા અને ત્યારબાદ બીજા દિવસે સવાર સુધી તેઓ ઘરે પરત આવ્યા ન હતા. જેથી તેના પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને શોધખોળ દરમિયાન પરેશભાઈની લાશ તેઓના ખેતરની બાજુમાંથી હત્યા કરેલ હાલતમાં મળી આવી હતી અને ખેતરે કામ કરતા રાકેશભાઈ અને રાજબાઈ ત્યાંથી શંકાસ્પદ હાલતમાં ગુમ થઈ ગયા હતા 

જેથી રાકેશભાઈ અને રાજબાઈની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જજ એમ.આર. નાદપરા  સાહેબ સમક્ષ ચાલી ગયો હતો તેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરવામાં આવેલા આધાર પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી રાગેશભાઈ ઉર્ફે રાકેશભાઈ જુવાનસિંહ બધેલ (40) રહે. હાલ રોહીશાળા ગામની સીમા પરેશભાઈ કાલરીયાના ખેતરે મૂળ રહે. એમપી વાળાને આજીવન કેદની સજા અને 5 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે જોકે મહિલા આરોપી રાજબાઈ નરસીગભાઈ વાસ્કલને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે.






Latest News