મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાંથી પ્રતિબંધિત 50 ચાઈનીઝ ફીરકી સાથે બે બાળ કિશોર સહિત કુલ ત્રણ વ્યક્તિ પકડાયા


SHARE







મોરબીમાંથી પ્રતિબંધિત 50 ચાઈનીઝ ફીરકી સાથે બે બાળ કિશોર સહિત કુલ ત્રણ વ્યક્તિ પકડાયા

મોરબીના નાની વાવડી ગામ પાસે મેલા બાપાના મંદિર પાસે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પ્રતિબંધિત ચાઈનીઝ 50 ફીરકી સાથે બે બાળ કિશોર સહિત કુલ ત્રણ વ્યક્તિ મળી આવ્યા હતા જેથી પોલીસે 20,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મકરસંક્રાંતિએ ચાઈનીઝ ફીરકીનો ઉપયોગ ન થાય તે માટે થઈને કલેકટર દ્વારા ચાઈનીઝ ફીરકીનું વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે તેમ છતાં પણ ઘણી જગ્યાએ ચાઈનીઝ ફીરકીનો ઉપયોગ મકરસંક્રાંતિ થતો હોય તેવું જોવા મળતું હોય છે દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નાની વાવડી ગામ નજીક મેલા બાપાના મંદિર પાસે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પ્રતિબંધિત ચાઈનીઝ 50 ફીરકીઓ સાથે બે બાળક કિશોર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ મળી આવ્યા હોય પોલીસે 20,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જયદીપસિંહ જસવંતસિંહ ઝાલા (19) રહે. બાપાસીતારામની મઢુલી પાસે વાવડી રોડ મોરબી અને બે બાળકિશોર સહિત કુલ ત્રણ સામે એ ડિવિઝનમાં ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ ન્યુ ગાયત્રી નગરમાં રહેતા સંદીપભાઈ નંદલાલભાઈ ભાડેસીયા (32) નામનો યુવાન લાતી પ્લોટના ખૂણા પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે

યુવાન સારવારમાં

હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતો વિપુલ કુકાભાઈ જેતપરા નામનો યુવાન કવાડિયાથી હળવદ તરફ જવાના રસ્તા ઉપર શનિદેવના મંદિર પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈકને પાછળથી કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે.

મહિલા સારવારમાં

મોરબીના નસીતપર ગામે રહેતા રમાબેન કાંતિલાલ કડીવાર (58) નામના મહિલા સવારે સાત વાગ્યાના અરસામાં ગામમાંથી બાઈકમાં બેસી જતા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેઓને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત

વાંકાનેરના જડેશ્વર અને તીથવા રોડ વચ્ચે રીક્ષા અને ડમ્પરનો અકસ્માતો થયો હતો જે બનાવમાં તેજલબેન પ્રવીણભાઈ સીતાપરા (18) રહે. કોટડા નાયાણી, ભરતભાઈ મોતીભાઈ મકવાણા (24) રહે, હજનારી અને મમતાબેન પ્રવીણભાઈ સીતાપરા (25) રહે. તીથવા વાળાને ઇજાઓ થઈ હોવાથી 108 મારફતે સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News